Friday, June 5, 2026
HomeNationalરાહુલ ગાંધીને ધમકી?: કોંગ્રેસે ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખી સુરક્ષાની માગ કરી

રાહુલ ગાંધીને ધમકી?: કોંગ્રેસે ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખી સુરક્ષાની માગ કરી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: કોંગ્રેસે રાહુલ ગાંધી(Rahul Gandhi)ની સુરક્ષાને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ(Amit Shah)ને પત્ર લખ્યો છે. જાણકારી અનુસાર કોંગ્રેસ (Indian National Congress)ના મહાસચિવ કેસી વેણુગોપાલ દ્વારા લખવામાં આવેલા પત્રમાં રાહુલ ગાંધીની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હીમાં ઘણી જગ્યાએ રાહુલ ગાંધીની સુરક્ષામાં બેદરકારી જોવા મળી હતી. તેથી તેમની સુરક્ષા માટે કડક વ્યવસ્થા કરવી જોઈએ.

કેસી વેણુગોપાલે પત્રમાં શું લખ્યું છે?

પત્રમાં કહેવામા આવ્યું છે કે, “ભારત જોડો યાત્રા 24 ડિસેમ્બરે દિલ્હી પહોંચ્યા પછી, યાત્રાની સુરક્ષા સાથે ઘણી વખત ચેડા કરવામાં આવ્યા છે. દિલ્હી પોલીસે ઘણી વખત વધતી ભીડને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો છે અને રાહુલ ગાંધીને ઝેડ પ્લસ સુરક્ષા હોવા છતાં પોલીસ તેમણે કોર્ડન કરવામાં નિષ્ફળ રહી છે. આ સ્થિતિ એટલી ગંભીર છે કે રાહુલ ગાંધીની સાથે આવેલા મુસાફરો અને કોંગ્રેસના કાર્યકરોએ તેમની આસપાસ ઘેરાબંધી કરવી પડી છે. આ દરમિયાન દિલ્હી પોલીસ મૂક પ્રેક્ષક બની રહી છે.”

- Advertisement -

વેણુગોપાલે પત્રમાં વધુમાં જણાવ્યું હતું કે, “આટલું જ નહીં, ઈન્ટેલિજન્સ બ્યુરો (IB) ભારત જોડો યાત્રામાં ભાગ લેનારા ઘણા લોકોની પૂછપરછ કરી રહી છે જેથી સહભાગીઓને પરેશાન કરવામાં આવે અને મોટી હસ્તીઓને ભાગ ન લેવા દે. અમે 23 ડિસેમ્બરે હરિયાણામાં FIR નોંધાવી હતી. સોહના પોલીસ સ્ટેશનમાં, જેમાં હરિયાણા રાજ્યના ગુપ્તચર વિભાગના એક અધિકારી દ્વારા ભારત જોડો યાત્રાના કન્ટેનરમાં ગેરકાયદેસર પ્રવેશ વિશે જણાવ્યું હતું.”

પત્રમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં શાંતિ અને ભાઈચારા માટે ભારત જોડો યાત્રા કાઢવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે આમાં બદલાની રાજનીતિ ન કરવી જોઈએ અને કોંગ્રેસના નેતાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો આગ્રહ રાખવો જોઈએ. કોંગ્રેસ પાર્ટીના બે વડાપ્રધાનો ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીએ દેશની એકતા અને અખંડિતતા માટે પોતાનો જીવ આપી દીધો છે. છત્તીસગઢમાં 25 મે, 2013ના રોજ જીરામઘાટી હુમલામાં નક્સલી હુમલામાં કોંગ્રેસનું આખું નેતૃત્વ બરબાદ થઈ ગયું હતું.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular