Sunday, April 19, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદના કોટમાં વિસ્તારમાં ડિમોલિશન મામલે કોંગ્રેસ નેતા ગ્યાસુદ્દીન શેખના AMC પર આકરા...

અમદાવાદના કોટમાં વિસ્તારમાં ડિમોલિશન મામલે કોંગ્રેસ નેતા ગ્યાસુદ્દીન શેખના AMC પર આકરા પ્રહાર

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad News: અમદાવાદમાં એસ્ટેટ વિભાગની ટીમે આજે કોટમાં વિસ્તારમાં ચાલી રહેલા બાંધકામ સામે ડિમોલિશનની (Demolition) કામગીરી હાથધરી છે. કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા થોડા સમય પહેલા જમાલપુરના કાઝીના ધાબા વિસ્તારમાં નવનિર્મિત બિલ્ડિંગનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. ત્યારે આજે ફરી એકવાર એસ્ટેટ વિભાગના અધિકારીઓએ જમાલપુરના તાડની શેરી વિસ્તારમાં પણ ડિમોલિશનની પ્રક્રિયા હાથધરી હતી, જેને લઈ કોંગ્રેસ નેતાઓ દ્વારા એસ્ટેટ વિભાગની કામગીરી સામે ગંભીર આક્ષેપ કર્યા છે. જેને લઈ રાજકારણ શરૂ થઈ ગયું છે. કોંગ્રેસ નેતાએ એસ્ટેટ વિભાગની કામગીરી સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, માત્ર જમાલપુર, દરિયાપુર અને કોટ વિસ્તારને જ ડિમોલિશન મામલે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. તેમણે ડિમોલિશન મામલે એકતરફી કાર્યવાહી થતી હોવાના પણ આરોપ લગાવ્યા છે.

કોંગ્રેસ નેતા ગ્યાસુદ્દીન શેખે (Gyasuddin Shaikh) હાલ અમદાવાદના કોટમાં વિસ્તારમાં ચાલી રહેલી ડિમિલોશનની કામગીરી અંગે સવાલો ઉઠાવતા કહ્યું હતું કે, “અમદાવાદના જમાલપુર, દરિયાપુર અને શાહપુર આ વિસ્તારોની અંદર ડિમોલેશની કામગીરી એકતરફી કરવામાં આવી રહી છે. જો વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ હોય તો તેને તોડવામાં આવે તેની સામે અમને કોઈ વાંધો કે વિરોધ નથી. જ્યારે ગેરકાયદેસર બાંધકામ બનતા હોય, સાત-સાત માળ બની જતા હોય એવા સમયે અધિકારી પોતાના હપ્તા લઈ જાય છે. RTI એક્ટિવિસ્ટો પણ હપ્તા લઈ જાય છે. ત્યાર બાદ તેમના હપ્તા પતી જાય ત્યારે ડિમોલિશનની પ્રક્રિયા શરૂ થતી હોય છે. અમદાવાદની અંદર 9 લાખ જેટલા ગેરકાયદેસર બાંધકામ છે. ત્યારે ફક્ત બે જ વિસ્તારોને ટાર્ગેટ કરીને આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેની સામે અમારો વાંધો છે.”

- Advertisement -

તેમણે વધુમાં કહ્યું હતું કે, “જે બિલ્ડરો છે, એ બિલ્ડરો નથી પણ બુટલેગરો છે. તમે એમને પાસામાં પુરો, તેની સામે અમને કોઈ વાંધો નથી. પરિસ્થિત એવી બને છે કે, સાત માળ બંધાઈ જાય ત્યારે ગરીબ લોકો જેમણે ઘર લીધા હોય તેમને ખબર નથી હોતી કે એના દસ્તાવેજ છે કે નહીં. પુરાવા છે કે નહીં. 7 માળ બની ગયા બાદ જ્યારે તંત્ર તેનું ડિમોલિશન કરે છે. ત્યારે બુટલેગર બિલ્ડરોનું કોઈ નુકશાન થતું નથી. પરંતુ નુકશાન ગરીબ લોકોનું થાય છે. જેમણે બિલ્ડરો પર આંધળો વિશ્વાસ કરી આ ઘર બૂક કરાવ્યા હતા. તેમની જિંદગીની મહેનત કમાણી ડિમોલિશનમાં વહી જાય છે.”

તેમણે મ્યુનિસિપલ કમિશનર એમ થેન્નારાસને લઈ કહ્યું હતું કે, “થેન્નારાસન સાહેબ એક નિષ્ઠાવાન અને પ્રમાણિક અધિકારી તરીકે મૂકાયા હતા. પણ જે રીતે તેમની કાર્ય પદ્ઘતિ છે, તેમને અમદાવાદના 9 લાખ ગેરકાયદેસર બાંધકામ નથી દેખાઈ રહ્યા. પરંતુ તેમને દરિયાપુર, શાહપુર અને જમાલપુરમાં ગેરકાયદેસર બાંધકામ દેખાઈ રહ્યા છે. ગેરકાયદેસર બાંધકામ તોડવામાં અમને વાંધો નથી. પરંતુ બીજા 9 લાખ ગેરકાયદેસર બાંધકામ છે એ પણ તૂટવા જોઈએ.”

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular