નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. આ પાછળના કારણો હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી. તેઓ લાંબા સમયથી પાર્ટીની નીતિઓથી નારાજ હતા અને તેમને જમ્મુમાં પાર્ટી જવાબદારી સોંપી હતી તેમાંથી પણ તેમણે રાજીનામું આપી દીધું હતું. ગુલામ નબી આઝાદે કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને પાંચ પાનાનો પત્ર લખી રાજીનામું મોકલ્યું છે. આ સાથે પાર્ટીના નેતા રાહુલ ગાંધી માટે તેમના તરફથી કહેવામાં આવ્યું છે કે તેઓ બિનઅનુભવી લોકોથી ઘેરાયેલા છે.
BREAKING: કોંગ્રેસના દિગ્ગજ નેતા ગુલામ નબી આઝાદે તમામ પદેથી રાજીનામું આપ્યું
- Advertisement -
- Advertisment -








