Saturday, May 2, 2026
HomeGeneralCMના મત વિસ્તારમાં પોલીસે કહ્યું દારૂના કેસમાંથી નામ કાઢવું છે તો વ્યવહાર...

CMના મત વિસ્તારમાં પોલીસે કહ્યું દારૂના કેસમાંથી નામ કાઢવું છે તો વ્યવહાર કરો, ત્યાં પહોંચી ACB

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાતમાં એક તરફ ચૂંટણીનો જંગ જામ્યો છે. ત્યારે ભ્રષ્ટાચારીઓને ઝડપી પાડવા રાજ્યમાં ACB પણ સક્રિય થતી જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં ACB દ્વારા ત્રણ લાંચીયા બાબુઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જેમાંથી એક CM ભુપેન્દ્ર પટેલના મત વિસ્તારનો બનાવ છે. જ્યાં એક હેડ પોલીસ કોન્સટેબલે દારૂના કેસમાં નામ કઢાવવા લાંચ લેવા જતા ACBના હાથે ઝડપાઈ ગયો છે.

CMના વિસ્તારમાં પોલીસનું બુટલેગ જોડે સેટિંગ

અમદાવાદમાં રહેતા ફરીયાદીના બે એક્ટીવા દારૂના કેસમાં જપ્ત નહીં લેવા, દારૂના કેસમાં ફરીયાદીના ભાઇ અને એક માણસને જવા દેવા ઉપરાંત ફરીયાદીનું નામ ફરિયાદમાં નહીં બતાવવા માટે ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સટેબલ જયદીપસિંહ ધીરૂભાઇ પઢેરીયાએ ફરીયાદી પાસેથી ૬૫ હજારની લાંચની માંગણી કરી હતી. જોકે ફરીયાદી લાંચની રકમ આપવા માગતા ન હોવાથી એ.સી.બી.નો સંપર્ક કરીને ફરીયાદ આપી હતી. ફરિયાદના આધારે ACBના ટ્રેપિંગ અધીકારી પોલીસ ઇન્સ્પેક્ટર સી.જી.રાઠોડ દ્વારા સી.જી.રોડ પર આવેલા રિલાયન્સ મોલ પાસે છટકું ગોઠવતા હેડ કોન્સટેબલ લાંચ લેતા ઝડપાઈ ગયો હતો. ACBએ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -

મહેસાણામાં દસ્તાવેજનો નકશો બનાવવા માંગી લાંચ

મહેસાણામાં ફરિયાદી પોતાના મકાન બનાવવા પ્લોટ ખરીદ્યો હતો. આ પ્લોટનો નકશો દસ્તાવેજ બનાવવા માટે જરૂરી હોવાથી નગર નિયોજક કચેરીના રેકર્ડમાંથી કાઢી આપવા માટે મહેસાણા નગર નિયોજકની કચેરીમાં ફરજ બજાવતા રેખનકાર કેશા ઉર્ફે કેશુભાઈ નારણભાઈ પટેલએ ફરિયાદી ૧૩ હજારની માંગણી કરી હતી. લાંચની રકમ ફરિયાદી આપવા માગતા ન હોવાથી એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપતા આજરોજ ACBના ટ્રેપિંગ અધિકારી પોલીસ ઇન્સપેકટર એમ. જે. ચૌધરી દ્વારા સિધ્ધપુર પાસે આવેલી સહકાર હોટલની પાસે છટકુ ગોઠવતા રેખનકાર લાંચ લેતા ઝડપાય ગયો હતો.

નડીયાદ નાયબ માહિતી નિયામકની કચેરીના ઇન્ચાર્જ સીનીયર ક્લાર્ક કર્યા હાથ કાળા

નડીયાદમાં ફરીયાદી અને તેમના પત્નિને સરકારના વિવિધ યોજનાઓ અને તેના લાભો આમ જનતા સુધી પહોંચાડવા માટે જન-જાગૃત્તિના કાર્યક્રમો અનુસંધાને ગામડાંઓમાં લોકડાયરો કરવાના ઓર્ડર નાયબ માહિતી નિયામકની કચેરી નડીયાદ દ્વારા મળી હતી. એક કાર્યક્રમના પુરસ્કાર દીઠ ૪ હજાક જેટલું મહેનતાણું ઓર્ડરમાં દર્શાવવામાં આવેલ હતું. સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓનો પ્રચાર અને પ્રસાર કરવા માટે કરેલા કુલ ૦૨ કાર્યક્રમોના બીલના નાણા 8 હજાર બાબતે નાયબ માહિતી નિયામકશ્રીની કચેરીના હીસાબી શાખામાં ફરજ બજાવતા ઇન્ચાર્જ સીનીયર ક્લાર્ક કિરણકુમાર હસમુખભાઇ શર્માએ 3 હજારની લાંચમાંગી હતી. જોકે રકઝકના અંતે અઢી હજાર આપવા નક્કી કર્યું હતું. ફરિયાદી પાસેથી અગાઉ એક હજાર લીધા હતા અને બાકીના 1500 તેઓની કચેરી ખાતે આપવા જણાવ્યું હતું. પરંતુ ફરિયાદીએ લાંચની રકમ આપવા માગતા ન હોવાથી એ.સી.બી.માં ફરિયાદ આપતાં ટ્રેપિંગ અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર જે. આઇ. પટેલ દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવતા ઇન્ચાર્જ સીનીયર ક્લાર્ક લાંચ લેતા ઝડપાઈ ગયો હતો.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular