Thursday, April 23, 2026
HomeInternationalભારતીય મૂળના નેતા ઋષિ સુનક આગામી UK PMની રેસમાં આગળ

ભારતીય મૂળના નેતા ઋષિ સુનક આગામી UK PMની રેસમાં આગળ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ બ્રિટનમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે એવી ચર્ચા ચાલી રહી છે કે બોરિસ જોન્સનના રાજીનામા બાદ ઋષિ સુનક દેશના આગામી વડાપ્રધાન બની શકે છે. તમને જણાવી દઈએ કે ઋષિ સુનક ભારતીય મૂળના છે અને જો તેઓ PM બને છે, તો તેઓ બ્રિટનના વડા પ્રધાન બનનાર પ્રથમ ભારતીય હશે. તાજેતરમાં જ તેમણે નાણા મંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું. 42 વર્ષીય ઋષિ સુનકને ફેબ્રુઆરી 2020માં બોરિસ જોન્સન દ્વારા તેમની સરકારમાં સ્થાન આપવામાં આવ્યું હતું અને તેમને નાણાકીય વિભાગની જવાબદારી મળી હતી.

રાજકીય સટ્ટાબજારમાં પણ તેઓ વડાપ્રધાન બનશે તેવી ચર્ચા છે. ભૂતપૂર્વ સંરક્ષણ સચિવ પેની મોર્ડાઉન્ટ સાથે પણ તેમના નામની ચર્ચા થઈ રહી છે. મહામારી દરમિયાન તેમના કાર્યોને કારણે તેમની લોકપ્રિયતા ઝડપથી વધી છે. આ સાથે આર્થિક પેકેજના નિર્ણયોને કારણે તેમને વેપારી વર્ગનું સમર્થન પણ મળી રહ્યું છે. ઋષિ સુનકને થોડા સમય પહેલા તેમના પરિવારના આર્થિક વ્યવહારને લઈને પણ વિવાદનો સામનો કરવો પડ્યો હતો. તેમની પત્નીના અમેરિકન ગ્રીન કાર્ડ અંગે પણ સવાલો ઉભા થયા હતા.

- Advertisement -

થોડા દિવસો પહેલા, ડાઉનિંગ સ્ટ્રીટ મીટિંગમાં કોવિડ લોકડાઉન તોડવા બદલ દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. ઋષિ સુનકના દાદા-દાદી પંજાબથી આવ્યા હતા. સુનકે ઈન્ફોસીસના સ્થાપક એનઆર નારાયણ મૂર્તિની પુત્રી અક્ષતા મૂર્તિ સાથે લગ્ન કર્યા છે, જેમની સાથે તેમને બે પુત્રીઓ છે. તે અક્ષતાને કેલિફોર્નિયામાં મળ્યા હતા.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular