જાન્યુઆરી સુધીમાં તમને ચાંદીની બજારમાં દાખલ થવું કે નહીં તેનો ખ્યાલ આવાવા લાગશે
છેલ્લાં બે દાયકામાં ભારતીયોને સોનામાં ૧૦૧૨ ટકા અને ચાંદીમાં ૯૪૧ ટકા આકર્ષક વળતર મળ્યું
ગોલ્ડ સિલ્વર રેશિયો તમને રોકાણની વ્યૂહરચના કેમ કરવી તેનો આધાર પૂરો પાડે છે
ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): આપણે ૨૦૨૩ના આખરી તબક્કામાં પહોંચી ગયા છીએ, બુલિયન બજાર ક્રિસમસ રજાઓ પહેલા ઓછા કામકાજ વચ્ચે નિર્જીવ પણ ભાવમાં અફડતફડીની હાલતમાં પડી છે. સોનાએ બાવન સપ્તાહમાં ૧૧ ટકા નફો આપ્યો અને ચાંદીએ ૪.૨૫ ટકા નકારાત્મક વલણ અપનાવ્યું. સોનાએ પ્રતિ ઔંસ (૩૧.૧૦૩૪૭ ગ્રામ) ૨૧૩૦ ડોલરનો નવો ઐતિહાસિક વિક્રમ ભાવ જોયો. ચાંદી ૨૬.૧૫ ડોલરની ઊંચાઈ જોઈએ માત્ર કોરોના મહામારી પૂર્વેના ભાવ જ જોઈ શકી. સોના (Gold) સામે ચાંદીના (Silver) આવા નબળા દેખાવની પાછળનું કારણ શું? રોકાણકાર જ્યારે સમસ્યાઓને પચાવી જાય ત્યારે નબળા આર્થિક આંકડાઓ ચાંદીને કોઈ રીતે મદદરૂપ થતાં નથી. જો ૨૦૨૪માં આર્થિક મંદી જારી રહેશે તો ચાંદી ૨૦૨૨ની બોટમ ૧૮ ડોલરની સુધી નીચે જઈ શકે છે.
બુલિયન બજારના એનાલિસ્ટો કહે છે કે ઔધ્યોગિક માંગ ચાંદીના ભાવને ટેકો આપશે. ટેક્નોલોજિકલ વિકાસ, ખાસ કરીને સોલાર એનર્જી, ફાઇવ-જી ટેકનોલોજીથી ચાંદીની વધારાની માંગ સર્જાશે. ૨૦૨૩માં ઇલેક્ટ્રિકલ વાહનોના ઉત્પાદનમાં વૃધ્ધિ, ગ્રાહક વપરાશના ઇલેક્ટ્રોનિક સાધનોની માંગ, ફાઇવ-જી નેટવર્ક, પાવરગ્રીડ, ફોટોવોલ્ટિક ઉધ્યોગઓમાં વધેલા મૂડીરોકાણે ચાંદીની માંગ ૬૩૨૦ લાખ ઔંસની વિક્રમ ઊંચાઈએ પહોંચી ગઈ છે.
ગત સપ્તાહના અંતિમ દિવસે શુક્રવારે ચાંદીના ભાવ ૩ ટકા કરતાં વધુ અને સપ્તાહ દરમિયાન ૯.૫ ટકા ઘટયા હતા. જે ગુરુવારે ૧૪ ડિસેમ્બરે ન્યુયોર્ક માર્ચ વાયદો ૫.૨૦ ટકા ઊછળી ૨૪.૧૫ થયો હતો. બજારમાં અત્યારે જવાબ ન આપી શકાયા તેવા પ્રશ્નો પૂછાઈ રહ્યા છે. આ તબક્કે અમારો મત છે કે તમે સાવધાની પૂર્વક લાંબાગાળાના રોકાણકાર બની રહો, જાન્યુઆરી સુધીમાં તમને ચાંદીની બજારમાં દાખલ થવું કે નહીં તેનો ખ્યાલ આવાવા લાગશે. બોન્ડ માર્કેટ પર ધ્યાન કેન્દ્રિત કરો, કારણ કે નકારાત્મક વ્યાજદર ડોલરની માફક, ચાંદી પર નકારાત્મક અસર ઊભી કરતાં હોય છે. યાદ રાખો ભાવમાં અત્યારે જે મોટી ઉથલપાથલ જોવાય છે તે બજારમાં પ્રવાહિતા અથવા સોદાની સંખ્યામાં ઘટાડાને લીધે છે. સર્વાંગી રીતે જોઈએ તો છેલ્લા બે દાયકામાં ભારતીયોને સોનામાં ૧૦૧૨ ટકા અને ચાંદીમાં ૯૪૧ ટકા આકર્ષક વળતર પ્રાપ્ત થયું છે.
અલબત્ત, તમારા પોર્ટફોલિયો રોકાણને વધુ સારું રક્ષણ આપવા, સોના ચાંદીમાં વૈવિધયકૃત અને હોશીયારીપૂર્વકનું રોકાણ આવશ્યક થઈ પડશે. સેન્ટ્રલ બેન્કોએ જ્યારે જ્યારે નાણાકીય નીતિવિષયક નિર્ણયો લીધા છે, ત્યારે સોનાએ નવી નવી ઊંચાઈ સર્જીને પ્રતિસાદ આપ્યો છે. ત્યારે ગરીબોના સોના તરીકે પ્રતિષ્ઠા ધારવતી ચાંદી શું કરતી હતી? આ માટે તમારે ગોલ્ડ સિલ્વર રેશિયો જોવાનો રહે છે. અત્યારે ગોલ્ડ સિલ્વર રેશિયો ઓગસ્ટ મધ્યની નજીક ૮૫ (સોનાના ભાવ ૨૦૩૧ ડોલર અને ચાંદી ૨૩.૮૩ ડોલર) રહ્યો છે. આ રેશિયો તમે બંને ધાતુના અરસપરસના આંતરપ્રવાહનો ખ્યાલ આપે છે, અને તે તમને રોકાણની વ્યૂહરચના કેમ કરવી તેનો આધાર પૂરો પાડે છે.
આવુંજ કઈક અત્યારે ઘટી રહ્યું છે. લોકો અત્યારે ઊંચા ભાવે પણ સોનું ખરીદી રહ્યા છે, કારણ કે તેઓ માની રહ્યા છે કે વ્યાજદર ઘટાડવાનું દબાણ વધી ગયું છે. જ્યારે આર્થિક વિકાસ અનિશ્ચિત બને ત્યારે પરંપરાગત રીતે વ્યાજ કપાત વિચારવાનુ શરૂ થાય છે, આ તબક્કે ચાંદીએ સર્વાંગી રીતે આ ઘટનાને પચાવી લીધી છે. ઇતિહાસ કહે છે કે આવા તબક્કે મંદીની ઉથલપાથલની વૈતરણિ પાર કરી લઈશું એવું રોકાણકાર માનવા લાગે છે. અમારું માનવું છે કે આવા સમયે ચાંદી, શેરબજાર, ઇટીએફ જેવી અસ્કયામતોમાં આગામી મહિનાઓમાં વેચવાલીનું દબાણ આવશે.
ટૂંકાગાળા માટે અમેરિકન ફુગાવાના ડેટા અને ફેડરલ રિઝર્વના નીતિવિષયક નિર્ણયો ચાંદીના ભાવ પર વ્યાપક અસરો ઊભી કરશે. જો અમેરિકન ભાવ નિર્દેશક આંક (ફુગાવો) વધુ પ્રમાણમાં મજબૂત થઈ જશે તો, ફેડરલ રિઝર્વને વધુ કડક આર્થિક પગલાં લેવા પડશે. આવા સંયોગોમાં ઊંચા વ્યાજદર ચાંદીમાં રોકાણની અપીલ ઘટાડતા હોય છે. આથી વિપરીત ફેડ રિઝર્વ જો વ્યાજદર ઘટાડે તો ચાંદીમાં રોકાણનું આકર્ષણ વધી શકે છે, કારણકે નીચા વ્યાજદર સામાન્ય રીતે વ્યાજ નહીં આપતી મૂલ્યવાન અસ્કયામતોમાં લેણ વધારે છે. અલબત્ત, સોનાના ભાવનું પ્રતિબિંબ ચાંદીમાં ઝીલાતું હોય છે.
(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








