Sunday, April 19, 2026
HomeGeneralઅમદાવાદઃ બ્લાઈન્ડ સ્કૂલના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં મદદ કરવા આગળ આવ્યા આ વિદ્યાર્થીઓ

અમદાવાદઃ બ્લાઈન્ડ સ્કૂલના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં મદદ કરવા આગળ આવ્યા આ વિદ્યાર્થીઓ

- Advertisement -

દેવલ જાદવ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): ગુજરાતમાં અત્યારે એસએસસી અને એચએસસીની પરીક્ષાઓ ચાલી રહી છે. સામાન્ય સંજોગોમાં વિદ્યાર્થીઓને માત્ર પરક્ષાની ચિંતા હોય છે, પરંતુ જે વિદ્યાર્થીઓએ કોઈ પ્રકારની શારીરિક ખામી ધરાવતા હોય તેમને પરિક્ષાના વિષય ઉપરાંત અન્ય પણ કેટલાક પ્રશ્નો અંગે ચિંતા કરવાની હોય છે. આવા કિસ્સામાં સામાન્ય રીતે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને વધારે તકલીફ પડતી હોય છે. અમદાવાદમા આવેલું અંધજન મંડળ આ અંગે સતત કાર્યરત રહે છે અને પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને કેવી રીતે મદદ મળી શકે તે અંગે કામ કરે છે, જેમાં કેટલાક લોકો સામે ચાલીને વિદ્યાર્થીઓને મદદ કરવા માટે આગળ આવે છે.



આવી જ રીતે અમદાવાદમાં આવેલી સ્કુમ શાળાના વિદ્યાર્થીઓ અને કામેશ્વર શાળાના વિદ્યાર્થીઓ છેલ્લા 10 વર્ષથી પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાઓ આપવા માટે મદદ કરતાં આવ્યા છે. આ શાળાના વિદ્યાર્થીઓ અમદાવાદનાં વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી અંધજન મંડળ સંચાલિત મીન્ની કામા સ્કૂલ ફોર ધી બ્લાઈન્ડ શાળાના વિદ્યાર્થીઓ માટે લહિયાની ભૂમિકા ભજવે છે. પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને લખવામાં કોઈ તકલીફ ન પડે અને વિદ્યાર્થીઓની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પસાર થાય તે ઉદેશ્યથી સ્કુમ અને કામેશ્વર શાળાના વિદ્યાર્થીઓ તેમને મદદ કરવા માટે છેલ્લા 10 વર્ષથી આવે છે.

આ ઉપરાંત અંધજન મંડળ દ્વારા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ઓડિયો બુક નામનો પ્રોજેકટ ચલાવવામાં આવી રહ્યો છે, જે અંતર્ગત અલગ અલગ લોકો જે સારું વાંચી અને બોલી શકે છે. તેમની પાસે આ બાળકોના અભ્યાસક્રમની ચોપડીઓનું ઓડિયો સ્વરૂપમાં રેકોર્ડિંગ કરાવવામાં આવે છે, જેની મદદથી આ પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ આ બુક સાંભળીને પોતાની પરીક્ષામાં પ્રશ્નોનાં સાચા જવાબ આપી શકે અને પોતાના જ્ઞાનમાં વધારો કરી શકે.



ઓડિયો બુક સાંભળ્યા બાદ કંઠસ્થ કરેલા અભ્યાસક્રમની મદદથી આ બાળકો લહિયા તરીકે આવેલા વિદ્યાર્થીઓને બોલીને સંભળાવે છે અને બીજો વિદ્યાર્થી આ પ્રશ્નોનાં જવાબ ઉત્તરવહીમાં લખે છે. આ અંગે સ્કીમ શાળાના આચાર્ય એમીબેન દેસાઇ અને મીન્ની કામા સ્કૂલ ફોર બ્લાઈન્ડના આચાર્ય મનુભાઈ ચૌધરી અને કામેશ્વર શાળાના ડાયરેક્ટર મુકેશ પટેલે આ સમગ્ર કાર્યક્રમનું સંકલન કર્યું હતું, લહિયા બનવા માટેની પરવાનગી લેવાથી વિદ્યાર્થીઓ વચ્ચે સમન્વય જાળવવાનું કામ તેમણે કર્યું હતું. તેમણે લોકોને અપીલ કરી હતી કે, આવી સેવાકીય પ્રવૃત્તિઓમાં વધારે વિદ્યાર્થીઓ જોડાય જેના કારણે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને મદદ મળી શકે. ઉલ્લેખનીય છે કે અંધજન મંડળ સંચાલિત શાળામાં અત્યારે ધોરણ 10ના 16 વિદ્યાર્થી અને ધોરણ 12ના 7 વિદ્યાર્થીઓએ આવી રીતે પરીક્ષા આપી રહ્યા છે.

- Advertisement -




- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular