Tuesday, July 28, 2026
HomeNationalકેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલનો કાર અકસ્માતમાં આબાદ બચાવ; એક વ્યક્તિનું મોત, પાચ...

કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલનો કાર અકસ્માતમાં આબાદ બચાવ; એક વ્યક્તિનું મોત, પાચ ગંભીર રીતે ઈજાગ્રસ્ત

- Advertisement -

નવજીવન ન્યૂઝ. છિન્દવાડા(મધ્યપ્રદેશ): દેશમાં અકસ્માતોની વણજાર વણથંભી છે, ત્યારે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલની કારનો ભયાનક અકસ્માત થયાના સમાચાર સામે આવી રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મધ્યપ્રદેશના (Madhya Pradesh) કેન્દ્રીય મંત્રી પ્રહલાદ પટેલ (Union Minister Prahlad Patel) છીંદવાડાથી નરસિંહપુર જઈ રહ્યા હતા, ત્યારે તેમની કારનો અકસ્માત (Car Accident) થયો છે. પ્રહાલાદ પટેલ કોઈ કાર્યક્રમમાં ભાગ લઈ પરત ફરી રહ્યા હતા. ત્યારે બાયપાસ પર રોંગ સાઈડથી એક બાઈક આવી રહી હતી. બાઈક ચાલકને બચાવવા કાર ચાલકે બ્રેક મારી હતી. અચાનક બ્રેક લાગતાં કાર રસ્તાની બહાર ધકેલાઈ ગઈ હતી અને પ્રહલાદ પટેલની કાર અન્ય વાહનો સાથે અથડાઈ હતી. અકસ્માતમાં મંત્રીના પગમાં સામાન્ય ઈજા પહોંચી છે. તથા તેમની સાથે મુસાફરી કરી રહેલા મીડિયા સલાહકાર નિતિન ત્રિપાઠીને પણ ઇજા થઈ હતી. પ્રહલાદ પટેલની કાર જે બાઈક સાથે અથડાઈ હતી તે બાઈક ચાલકને પણ ગંભીર ઈજાઓ પહોંચી અને તેની હાલત પણ ગંભીર હોવાના અહેવાલ મળી રહ્યા છે, પણ તેમની સાથે બેઠેલા એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. અકસ્માતમાં બીજા પાચ લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રહલાદ પટેલ નરસિંહપુરથી ભાજપના ઉમેદવાર છે.

- Advertisement -

પ્રહલાદ પટેલ સૌપ્રથમ ભાજપની ટિકિટ પર મધ્યપ્રદેશ મત વિસ્તારમાંથી ચૂંટાઈ આવ્યા હતા. મે 2019 માં, પ્રહલાદ પટેલ સંસ્કૃતિ અને પર્યટન માટે રાજ્ય પ્રધાન (સ્વતંત્ર હવાલો) બન્યા. તેઓ ભાજપના સભ્ય તરીકે ૨૦૧૯ માં મધ્યપ્રદેશના દમોહથી લોકસભામાં ચૂંટાયા હતા.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular