નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: પોલીસ અધિકારીની કામગીરી એક એવા પ્રકારની કામગીરી છે, જેમાં પોલીસે લોકોને સુરક્ષિત હોવાનો અહેસાસ કરાવવાનો છે. સાથે જ વધી રહેલી ગુનાખોરીને અટકાવવાનું કામ પણ પોલીસે જ કરવાનું છે. ઘણીવાર પોલીસ તંત્રમાં પણ એવા પોલીસ કર્મચારીઓ જોવા મળે છે જે પોતે જ ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય. પણ કેટલાક પોલીસ અધિકારીઓ એવા પણ છે જે સતત પોતાના રાજ્યના તથા પોતાના ક્ષેત્રાધિકારમાં આવતા લોકોની ચિંતા કરે છે. દિવસ રાત પોતાની ફરજ પ્રામાણિકપણે બજાવે છે. જો કે એવા પોલીસ અધિકારીઓને સરકાર દ્વારા વિશેષ સન્માન પણ આપવામાં આવે છે. ત્યારે સરકારે બે પોલીસ અધિકારીઓને તેમની સરાહનીય કામગીરીની કદરરૂપે આઉટ ઓફ ટર્ન પ્રમોશન આપવાના સમાચાર સામે આવી રહ્યા છે.
પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદ એટીએસમાં DySP તરીકે ફરજ બજાવતા કે. કે. પટેલને તેમની સરાહનીય કામગીરીના કારણે SP તરીકેનું પ્રમોશન આપ્યું છે. તે જ રીતે સુરત ક્રાઈમ બ્રાંચમાં ACP તરીકે ફરજ બજાવતા ભાવેશ રોજીયાને પણ તેમની પ્રામાણિક કામગીરીના કારણે ડેપ્યુટી પોલીસ કમિશ્નર તરીકે બઢતી આપવામાં આવી છે. આ એ જ પોલીસ અધિકારીઓએ છે જેમણે તેમની ATSમાં ફરજ દરમિયાન મોટી માત્રામાં નાર્કોટિક્સ અને હથિયારો ઝડપી પાડ્યા હતા. આ બંને પોલીસ અધિકારીઓને મળેલું આઉટ ઓફ ટર્ન પ્રમોશન તેમની ઉત્તમ કામગીરીનું પરિણામ છે.
આમ તો પોલીસ ખાતામાં આઉટ ઓફ ટર્ન પ્રમોશન ક્યારેક જ આપવામાં આવે છે. આ અગાઉ ક્રાઈમ બ્રાંચમાં ફરજ બજાવતા પોલીસ ઈન્સ્પેકટર તરુણ બારોટને પણ તેમની ઉત્તમ કામગીરી માટે ગુજરાત સરકારે આઉટ ઓફ ટર્ન પ્રમોશન આપ્યું હતું. 2008માં બ્લાસ્ટ કેસમાં કેસ ઉકેલવામાં ઉત્તમ કામગીરી કરનાર પોલીસ કોન્સટેબલ દિલિપ ઠાકોરને પણ પોલીસ સબ ઈન્સ્પેકટર તરીકે આઉટ ઓફ ટર્ન પ્રમોશન આપવામાં આવ્યું હતું. ભાવેશ રોજીયા અને કે. કે. પટેલ જેવા પોલીસ અધિકારીઓની ગુજરાતને ખૂબ જરૂર છે. વધી રહેલી ગુનાખોરી વચ્ચે ગુજરાત આવા અધિકારીઓએ પર ખાસ ભરોસો કરી શકે છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796