નવજીવન ન્યૂઝ. બિહાર: દેશની લોકસભા કે કોઈપણ રાજ્યની વિધાનસભાને લોકશાહીના મંદિર તરીકે જોવામાં આવે છે. કારણ કે લોક હિતના તમામ નિર્ણયો દેશની લોકસભા કે રાજ્યની વિધાનસભા ગૃહમાંથી લેવામાં આવે છે. લોકશાહીના આ મંદિરમાં એક એક શબ્દનું મૂલ્ય છે. પણ લોકશાહીના આ મંદિરમાં કોઈ નેતા દ્વારા બેફામ વાણી વિલાસ કરવામાં આવે ત્યારે તેની નકારાત્મક અસરો જનતા પર પણ પડતી હોય છે. જનતાનું પ્રતિનિધિત્વ કરી રહેલા કેટલાક નેતાઓ લોકશાહીના મંદિરમાં અશ્લીલ ભાષાનો પ્રયોગ કરે ત્યારે આવા નેતાઓ સામે લોકોને ધૃણા થાય છે. ત્યારે ગઈ કાલે બિહારના મુંખ્યમંત્રી નિતિશ કુમારે વિધાનસભામાં મહિલાઓને લઈ અભદ્ર ટિપ્પણી કરી હતી. નિતિશ કુમારની અભદ્ર ટિપ્પણીને લઈ બિહારના નાયબ મુંખ્યમંત્રી તેજસ્વી યાદવે તેમનો બચાવ કરવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે.
પ્રાપ્ત વિગત અનુસાર, ગઈકાલે બિહારના મુંખ્યમંત્રી નીતિશકુમાર યાદવે વિધાન સભામાં મહિલાઓના શિક્ષણને લઈ અભદ્ર ટીપ્પણી કરી હતી. વિધાસભામાં નિતિશ કુમારે કરેલી અભદ્ર ટિપ્પણીની ચારે બાજુ ટીકા થઈ રહી છે. વસ્તી નિયંત્રણ બાબતે મહિલાઓ માટે નીતિશકુમારે કરેલી અશ્લીલ વાતને લઈ વિધાનસભામાં હાજર ભાજપ તેમજ વિપક્ષના નેતાઓ પણ વિમાસણમાં મુકાઈ ગયા હતા. વિધાનસભામાં મહિલા નેતાઓ પણ ઉપસ્થિત હતી. નીતિશકુમારની અભદ્ર ટીપ્પણીથી મહિલા નેતાઓ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ હતી. એટલું જ નહીં ભાજપ પરિષદ નિવેદિતા સિંહ રડવા જેવા થઈ ગયા હતા અને તેઓએ તાત્કાલિક વિધાનસભા છોડી દીધી હતી. વિધાનસભા બહાર તેઓએ કહ્યું કે, નીતિશકુમારે ગૃહમાં કરેલા નિવેદનથી મહિલાઓ શરમમાં મુકાઈ છે. હું તેમનો ઉપદેશ સાંભળી ન શકી એટલે બહાર આવી ગઈ.
હવે મુંખ્યમંત્રી નીતિશકુમારે કરેલી અભદ્ર ટિપ્પણીને લઈ નાયબ મુંખ્યમંત્રી તેજસ્વી યાદવ નીતિશકુમારનો બચાવ કરવા મેદાને ઉતાર્યા છે. તેજસ્વી યાદવે નીતિશકુમારનો લૂલો બચાવ કરતાં કહ્યું કે, મુંખ્યમંત્રી નીતિશકુમારે કરેલા નિવેદનનો ખોટો અર્થ કરવો ન જોઈએ. તેમણે સેક્સ એજ્યુકેશન વિષે વાત કરી છે અને આ બાબત તો શાળામાં પણ ભણાવવામાં આવે છે. નિતિશ કુમારે કરેલું નિવેદન માત્ર વસ્તીનિયંત્રણ માટેનું હતું. તેનો કોઈએ ખોટું અર્થઘટન ન કરવું જોઈએ. જો કે મુંખ્યમંત્રી નિતિશ કુમાર આ જ વાતને વધી સારી ભાષામાં કરી શક્યા હોત. કારણ કે, જનતાનું પ્રતિનિધિત્વ કરી રહેલા નેતાઓની જવાબદારી બને છે કે, સદનની ગરિમા જળવાઈ રહે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








