Friday, May 1, 2026
HomeGeneralભાજપના કાર્યક્રમમાં હાજર રહ્યા વિધાનસભા અધ્યક્ષ નીમાબહેન આચાર્યઃ 'સ્પીકરની વિરુદ્ધ લખી શકાય...

ભાજપના કાર્યક્રમમાં હાજર રહ્યા વિધાનસભા અધ્યક્ષ નીમાબહેન આચાર્યઃ ‘સ્પીકરની વિરુદ્ધ લખી શકાય નહીં તેનું ધ્યાન રાખજો’

- Advertisement -

ઉર્વીશ પટેલ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવેલી નરેન્દ્ર મોદીની સભામાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ નીમાબહેન આચાર્ય હાજર રહ્યા હતા. વિધાનસભા અધ્યક્ષના પ્રોટોકોલ પ્રમાણે કોઈ પાર્ટી સાથે સંકળાયેલા નથી, વિધાનસભાની પ્રણાલી પ્રમાણે અધ્યક્ષે તમામ રાજકીય કાર્યક્રમોથી પોતાને દુર રાખવાના હોય છે, પરંતુ જીએમડીસી ખાતે પંચાયતના ચૂંટાયેલા નેતાઓની યોજાયેલી સભામાં નીમાબહેનની હાજરી જોતા તેમને પુછવામાં આવેલા પ્રશ્નના ઉત્તરમાં તેમણે આ કાર્યક્રમને સરકારી ગણાવ્યો હતો અને કહ્યું હતું કે વિધાનસભા અધ્યક્ષની વિરુદ્ધ લખી શકાય નહીં તેનું ધ્યાન તમે રાખજો. જોકે સૂચક બાબત છે કે જો સરકારી કાર્યક્રમ હતો તો મંચ ઉપર સરકારી અધિકારીઓની ગેરહાજરી હતી.


- Advertisement -

વિધાનસભાના અધ્યક્ષ ચૂંટાયેલી પાંખના જ હોય છે છત્તાં વિધાનસભા અધ્યક્ષ પદ્દની ગરીમા એવી હોય છે કે પક્ષીય રાજકારણથી પોતાને અલિપ્ત રાખે છે. શુક્રવારના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવેલી પંચાયતના નેતાઓની સભામાં નિમાબહેન આચાર્યની સૂચક હાજરી જોવા મળી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગુજરાત ભાજપ દ્વારા કરવામાં આવ્યું હતું. જો આ પાર્ટીનો કાર્યક્રમ હોય તો નીમાબહેન આચાર્યએ આ કાર્યક્રમથી દૂર રહેવાની જરૂર હતી અને સરકારી કાર્યક્રમ હોય તો પણ વિધાનસભાના નિયમોને આધિન આ કાર્યક્રમ ન્હોતો. વિધાનસભા અધ્યક્ષનું પદ્દ એ બંધારણીય પદ્દ છે જે ચૂંટાયેલા નેતાઓ કરતા સર્વોચ્ચ પદ્દ છે, પરંતુ નિમાબહેન આચાર્ય મંચની સામેના પ્રેક્ષક ગણમાં જોવા મળ્યા હતા.


આ મામલે નવજીવન ન્યૂઝ દ્વારા તેમને પુછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, આ ભાજપનો કાર્યક્રમ ન્હોતો આ સરકારી કાર્યક્રમ હતો, વિધાનસભા અધ્યક્ષ તરીકે હું પાર્ટીના કાર્યક્રમમાં ન જઈ શકું અને તેથી જ હું કમલમ્ ન્હોતી ગઈ, પરંતુ જીએમડીસીનો કાર્યક્રમ સરકારી છે તેથી મેં હાજરી આપી હતી. આ સવાલના પ્રતિઉત્તર બાદ તેમણે વળતો ફોન કરીને નવજીવન ન્યૂઝને એવું જણાવ્યું હતું કે વિધાનસભા અધ્યક્ષ વિરુદ્ધ નકારાત્મક કાંઈ લખી શકાય નહીં, જેનું તમે ધ્યાન રાખજો. અત્રે ઉલ્લેખનીય છે કે, અમે આ મામલે કોઈ નકારાત્મક રિપોર્ટિંગ કરતા નથી પરંતુ નિયમોને આધિન આખી ઘટનાનું રિપોર્ટિંગ કરવાનો અમારો પ્રયાસ છે.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular