નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમા આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આગમન ભવ્ય રોડ શો સાથે થયું હતું. ત્યાર બાદ તેમણે કોબા સર્કલ પાસે આવેલા ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી. તે પછી તેમણે રાજભવનમાં રાજયપાલ સાથે ભોજન લીધું હતું અને ભોજન બાદ અમદાવાદમા GMDC ગ્રાઉન્ડમાં ગુજરાતનાં અલગ અલગ તમામ ગામના સરપંચો સાથે ગુજરાત સરપંચ મહાસંમેલનને સંબોધિત કર્યું હતું. આ કાર્યક્રમમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજય સરકારના મંત્રીઓ, સાંસદો, ધારસભ્યો, પ્રદેશના હોદેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં PM મોદીએ સરપંચોને સંબોધન કરતાં જણાવ્યુ હતું કે, “આ મહાત્મા ગાંઘીજીની, સરદાર વલ્લભ પટેલની ધરતી છે, બાપુ હંમેશા ગ્રામિણ વિકાસ, આત્મનિર્ભર ભારતની વાત કહેતા હતા. આઝાદીના અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે પૂજય બાપુએ આઝાદીની લડાઇમાં જે સપના જોયા હતા તે સપનાને સાકાર કરવા જે લોકોએ દેશમાટે બલીદાન આપ્યું, પોતાની જવાનીનું બલીદાન આપ્યું તેમના સપનાને સાકાર કરવું જોઇએ. ગામડાઓનો વિકાસ કરવોએ બાપુનું સૌથી મહત્વનું સ્વપ્ન હતું. ગ્રામ સ્વરાજના સ્વપ્નને સિદ્ધ કરવા પંચાયતી રાજ વ્યવસ્થા એક મહત્વનો ભાગ છે અને આ વ્યવસ્થાને સાકાર કરવાનું, દિશા આપવાનું કામ, પરિવર્તન કરવાનો પ્રયાસ, ગતી આપવાનું કામ તમે સૌ ચૂંટાયેલા સભ્યો, સરપંચો કરી રહ્યા છો તેનો મને વિશ્વાસ છે કે બાપુના સ્વપ્નને પુરા કરવા ગુજરાતની પંચાયત રાજ વ્યવસ્થા દેશ માટે એક પ્રેરક બનશે.”
તેમણે વધુમાં જણાવ્યુ હતું કે, “ગુજરાતનું સદભાગ્ય છે કે ગુજરાતમાં પંચાયત વ્યવસ્થામાં પુરુષો કરતા વધારે પ્રતિનિધિત્વ મહિલાઓ કરે છે. વિનોબા ભાવેનું એક દ્રષ્ટાંત આપતા જણાવ્યું કે ગામડામાં લોકશાહિ એ સ્તરે લઇ જવી જોઇએ કે ગામડામાં સો ટકા સહમતીથી ગામના પ્રતિનિધી નક્કી કરે તે પ્રયોગ આપણે શરૂ કર્યો અને આ પ્રયોગ આજે ખૂબ વધ્યો છે ગુજરાતમાં અનેક ગામડા, અનેક વોર્ડ એવા છે કે જયા સહમતીથી કામ થઇ રહ્યુ છે. ગામડાની એકતાને મજબૂતી મળી રહી છે. સમરસતાના વિચારને બળ આપનાર સૌ સરપંચો અને સભ્યોને અભિનંદન.”
આ ઉપરાંત PM મોદીએ મહિલા સરપંચોને પોતાની જવાબદારી પતિને ન આપીને જાતે ગામ ચળવવાનું સૂચન કર્યું હતું, તેમજ તેમણે દરેક સરપંચને જણાવ્યુ હતું કે અત્યારે આઝાદી કા અમ્રુત ઉત્સવ ચાલતો હોવાને કારણે દરેક સરપંચ ગામમાં 75 વૃક્ષો વાવે અને ગામની શાળાની જન્મતિથિ ગ્રંપંચાયતને સાથે રાખીને ઉજવે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












