નવજીવન ન્યૂઝ. કચ્છ: અરબ સાગરમાં ઉદભવેલા બિપોરજોય વાવાઝોડાએ (Biparjoy Cyclone) હવે પ્રચંડ સ્વરૂપ ધારણ કરી લીધું છે. આ વાવાઝોડું ધીમે ધીમે ગુજરાતની (Gujarat) નજીક આવી રહ્યું છે, જેના કારણે ગુજરાતનાં દરિયાકાંઠે સમુદ્રમાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે. આજે સાંજ સુધીમાં જખૌ (Jakhau) અને કરાચી વચ્ચે ક્યાક વાવઝોડું લેન્ડ ફોલ કરશે તેવી સંભાવના લગાવામાં આવી રહી છે. તે વચ્ચે અત્યારથી જ ઓખા, માંડવી અને જખૌ સહિતના દરિયાકિનારની સ્થિતિ ખૂબ જ વિકટ બની છે. જ્યારે વાવઝોડું લેન્ડ ફોલ કરશે ત્યારે પવનની ગતિ 130થી 140 સુધી હોવાનું પણ અનુમાન લગાવામાં આવી રહ્યું છે. હાલ વાવઝોડું 6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે.
વાવઝોડાના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છ ભારે વરસાદ વરસી રહ્યો છે, જ્યારે ગુજરાતનાં અન્ય વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે. જેને લઈ તંત્ર દ્વાર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વાવઝોડું દ્વારકાથી 210 કિલોમીટર, જખૌથી 200 કિલોમીટર, પોરબંદરથી 290 કિલોમીટર અને નલિયાથી 210 કિલોમીટર દૂર હોવાનું કહેવાઈ રહ્યું છે. વાવઝોડું પ્રતિકલાક 6 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે. જેમ વાવાઝોડું ગુજરાત તરફ આવી રહ્યું છે, તેમ દરિયો રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. આજ સાંજ સુધીમાં વાવઝોડું કચ્છના જખૌ દરિયા પાસે લેન્ડ કરશે, જેને લઈ લોકો સહિત તંત્ર ચિંતિત બન્યું છે. હાલ જખૌ અને માંડવી સહિતના દરિયાકિનારા પાસે ભારે વરસાદ સાથે તીવ્ર ગતિએ પવન ફૂંકાઈ રહ્યો છે. દરિયામાં વિઝિબિલીટી પણ ખૂબ ઘટી ગઈ છે. ગમે ત્યારે વાવઝોડુ આફત બની ત્રાટકી શકે છે.
વાવાઝોડાને પગલે જખૌના દરિયા પર તેની ભારે અસર જોવા મળી રહી છે અને દરિયો તોફાની બન્યો છે. જેના કારણે દરિયામાં 10થી 15 ફૂટ મોજા ઉછળી રહ્યા છે. જખૌના દરિયાકિનારાની આસપાસ આવેલા રહેણાંક વિસ્તારોમાં દરિયાનું પાણી ઘૂસી ગયું છે. જેને લઈ પહેલાથી તંત્ર દ્વારા દરિયાના આસપાસ વસતા લોકોને સ્થળાંતરિત કરી સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે અને દરિયા પાસે લોકોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. NDRF અને SDRF સહિત સ્થાનિક પોલીસ રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ કરી રહી છે. કોઈ વ્યક્તિ દરિયાની પાસે ન આવે તેની પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ સાંજે કે પછી મોડીરાત સુધીમાં ગુજરાતના દરિયાકિનારે વાવઝોડું લેન્ડ ફોલ કરશે. જેને લઈ સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં ભારે નુકશાનની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. કચ્છના 120 ગામમાંથી 10 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796