Wednesday, April 22, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદમાં નકલી CBI અધિકારી ઝડપાયો, 30 વધુ છેંતરપિંડીના ગુનાને આપી ચુ્ક્યો છે...

અમદાવાદમાં નકલી CBI અધિકારી ઝડપાયો, 30 વધુ છેંતરપિંડીના ગુનાને આપી ચુ્ક્યો છે અંજામ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: ગુજરાતમાં નકલી PMO અધિકારી તરીકે ઓળખ આપી છેંતરપિંડી આચરતા મહાઠગ કિરણ પટેલનું (Thug Kiran Patel) પ્રકરણ ખૂબ ચર્ચામાં રહ્યું હતું. ત્યાર બાદ થોડા સમય પહેલા અમદાવાદ સાયબર સેલની ટીમ દ્વારા IAS અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી કંપની પાસેથી છેંતરપિંડી આચરતા વ્યક્તિની સુરતથી ઘરપકડ કરવામાં આવી હતી. ત્યારે હવે વધુ એક CBI અધિકારી તરીકે ખોટી ઓળખ આપી લોકો પાસેથી છેંતરપિંડી આચરતા વ્યકિતની અમદાવાદ ક્રાઇમ બ્રાંચની (Ahmedabad Crime Branch) ટીમે રખિયાલ વિસ્તારમાંથી ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાંચની પૂછપરછ દરમિયાન મોટા ખુલાસા થયા છે. આરોપીએ નકલી CBI અધિકારી (Fake CBI Officer) બની 7 રાજ્યમાં 30 વધુ છેંતરપિંડીની (Fraud) ઘટનાને અંજામ આપ્યો છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે, નકલી CBI અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી લોકો પાસેથી છેંતરપિંડી આચરતો વ્યકિત GJ 06 PD 6137 નંબરની ઈકો સ્પોર્ટ્સ કારમાં અમદાવાદના બાપુનગર વિસ્તારમાં ફરી રહ્યો છે. જે બાતમીના અધારે ક્રાઈમ બ્રાંચની ટીમે વોચ ગોઠવી બાતમીવાળી ઈકો સ્પોર્ટ્સ કાર અટકાવી હતી અને પૂછપરછ કરતા આરોપીએ પોતાની ઓળખ CBI અધિકારી તરીકે આપી હતી. જોકે ક્રાઈમ બ્રાંચને પહેલાથી શંકા હોવાથી સઘન પૂછપરછ કરતા આરોપી ભાંગી પડ્યો હતો અને નકલી CBI અધિકારી બની છેંતરપિંડી આચરતો હોવાની કબૂલાત કરી હતી. ક્રાઈમ બ્રાંચને આરોપી પાસેથી રાજેશ મિશ્રા નામનું CBI અધિકારીનું નકલી આઈડી કાર્ડ મળ્યું છે. તેમજ પોલીસનો યુનિફોર્મ, ટોપી, બેલ્ટ અને બૂટ સહિતની વસ્તુઓ પોલીસને મળી આવી છે. આરોપી સુલતાન ખાનની પૂછપરછમાં CBI અધિકારી તરીકેની ઓળખ આપી 7 રાજ્યમાં 30 વધુ છેંતરપિંડી આચરી ચૂક્યો હોવાની કબૂલાત કરી છે.

- Advertisement -

કેવી હતી આરોપીની મોડસ ઓપરેન્ડી

આરોપી CBI અધિકારી બની તેની ટોળકીના સાગિરતોને પોલીસ સ્ટેશન અને રેલ્વે સ્ટેશન પાસે ઉભો રાખી કારમાં અધિકારીની જેમ બેસી રહેતો હતો. જ્યાં ટોળીકના માણસો શ્રીમંત અને મોટી ઉંમરના લોકોને તેમની પાસે બોલાવી ડી. સી. પી. સાહેબ કારમાં બેઠા છે, તેવુ કહી આરોપી પાસે લઈ જતા હતા. આરોપી તેની ટોળકીને બેગ ચેંકિગ કરવાનો આદેશ આપી લોકોના બેગમાં રહેલા દાગીના તેમજ રોકડ રકમની નજર ચૂકવી ચોરી લેતા હતા. ત્યાર બાદ પડિકા અને અન્ય ચીજવસ્તુઓ ભરી આવી રીતે દાગીના પડાવી લેતા હતા. હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઠગ ટોળકીના મુખ્ય સૂત્રધારની ધરપકડ કરી છે અને તેની ટોળકીના અન્ય સાગરિતોની શોધખોળ કરવામાં આવી રહી છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular