Friday, July 17, 2026
HomeInternationalઅમેરિકામાં પિતાએ અંધાધૂંધ ફાયરિંગ કરી પોતાના 7 સહિત 8 બાળકોને મોતને ઘાટ...

અમેરિકામાં પિતાએ અંધાધૂંધ ફાયરિંગ કરી પોતાના 7 સહિત 8 બાળકોને મોતને ઘાટ ઉતાર્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ, ડેસ્ક : અમેરિકાના લુઈસિયાના સ્ટેટમાં રવિવારે સવારે એક કાળજું કંપાવી નાંખે તેવી ઘટના બની છે. 31 વર્ષીય શખસે અંધાધૂંધ ફાયરિંગ કરીને 8 નિર્દોષ બાળકોને મોતને ઘાટ ઉતારી દીધા છે. મૃત્યુ પામેલા 8 બાળકોમાં તેના પોતાના 7 સંતાન હતા. જીવ ગુમાવનારા બાળકોમાં 3થી 11 વર્ષની ઉંમરના 3 છોકરા અને 5 છોકરીઓનો સમાવેશ થાય છે. બેફામ ફાયરિંગની (Indiscriminate shooting in USA) ઘટનામાં આરોપીએ પોતાની પત્નીને પણ ગોળી મારી દેતા તે ગંભીર રીતે ઘાયલ થઈ છે. અત્રે નોંધનીય છે કે, ફાયરિંગ કરનારા શમર એલ્કિન્સના 8 સંતાનો પૈકી એક 13 વર્ષનો કિશોર ધાબા પરથી કૂદીને નીકળી જતાં તે બચી ગયો છે.

ઈસિયાના સ્ટેટના શ્રેવપોર્ટ સિટીમાં ત્રણ અલગ-અલગ ઘરોમાં બનેલી અંધાધૂંધ ફાયરિંગ (Shreveport Mass Shooting) ની ઘટનામાં શમર એલ્કિન્સે સૌ પ્રથમ પોતાની પત્ની પર ગોળી ચલાવી હતી. આઠ સંતાનની માતાને ગંભીર ઈજાઓ પહોંચી છે. આડેધડ ગોળીબારમાં સાત સગા ભાઈ-બહેન અને એક પિતરાઈ ભાઈનું મોત થયું છે. આ હુમલો ‘ઘરેલું હિંસા’ના કારણે કરવામાં આવ્યો હતો. હુમલાખોર એલ્કિન્સ સેનામાં સેવા આપી ચૂક્યો છે અને વર્ષ 2019માં તેની સામે હથિયાર રાખવાનો ગુનો પણ નોંધાયો હતો. આ ઘટના બાદ તે કાર હાઈજેક કરીને ભાગી રહ્યો હતો તે સમયે પોલીસ સાથેની અથડામણમાં તેનું મોત (Death in Police Encounter) નીપજ્યું હતું.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular