Friday, September 18, 2026
HomeGujaratઅરવલ્લી: SOGએ NDPSના ગુન્હામાં દોઢ વર્ષથી વોન્ટેડ આરોપીને મોડાસાથી ઝડપ્યો

અરવલ્લી: SOGએ NDPSના ગુન્હામાં દોઢ વર્ષથી વોન્ટેડ આરોપીને મોડાસાથી ઝડપ્યો

- Advertisement -

SoG NDPS case Aravalli: છેલ્લા દોઢ વર્ષથી NDPS ના કેસનો એક આરોપી પોલીસને સતત હાથતાળી આપી રહ્યો હતો. પોલીસ જોકે તેની સતત માહિતી એકત્રિત કરવામાં લાગેલી હતી. આ દરમિયાન અરવલ્લી SOG ની ટીમને એક મહત્વની જાણકારી મળી. જેમાં આરોપી મોડાસામાં હોવાની ખબર પડી. પોલીસે માહિતી લીક ના થાય અને આરોપી સકંજામાં આવી જાય તેવી તૈયારીઓ સાથે કાર્યવાહી કરી અને આ શખ્સને ઝડપી પાડ્યો હતો.

અરવલ્લી જિલ્લા SP મનોહરસિંહ જાડેજાની સખ્ત સૂચનાના પગલે પોલીસતંત્ર ગુન્હા આચરી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા બાતમીદારો સક્રિય કરી દોડાદોડી કરી રહી છે. જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે અમદાવાદ ડી.સી.બી પોલીસ સ્ટેશનના એનડી પીએસ ગુન્હામાં છેલ્લા દોઢ વર્ષથી વોન્ટેડ આરોપી જયેશ પટેલને મોડાસાની આગમન સોસાયટી નજીકથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

- Advertisement -

અરવલ્લી જિલ્લા એસઓજી પીઆઈ પ્રકાશ ચૌધરી અને તેમની ટીમે મોડાસા શહેરમાં નાઈટ પેટ્રોલિંગ હાથધરી વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવા બાતમીદારો સક્રિય કરતા અમદાવાદના ડી.સી.બી પોલીસ સ્ટેશનમાં દોઢ વર્ષ અગાઉ નોંધાયેલા એનડીપીએસના ગુન્હાનો આરોપી જયેશ દોલાજી ઉર્ફે ઉદાજી પટેલ (જેઠોલા – માંડલી, રાજસ્થાન) મોડાસા બાયપાસ રોડ પર આવેલી આગમન સોસાયટી નજીક ઉભો હોવાની બાતમી મળી હતી. જે પછી તાબડતોડ બાતમી આધારિત સ્થળ પર પહોંચી પોલીસે જયેશ પટેલને કોર્ડન કરી દબોચી લીધો. છેલ્લા દોઢ વર્ષથી અમદાવાદ પોલીસને હાથતાળી આપનાર ડ્રગ માફિયા જયેશ પટેલના મોતિયા મરી ગયા હતા.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular