નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં પોલીસમાં ફોજદારી ફરિયાદો દાખલ કરનારા લોકોને હવે માત્ર એફઆઈઆર નોંધવા વિશે જ નહીં, પણ આરોપીઓની ધરપકડ અને ચાર્જશીટ દાખલ કરવા વિશે એસએમએસ અથવા ઈ- મેલ દ્વારા જાણકારી આપવામાં આવશે.
દિલ્હી પોલીસે રવિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેમના કેસની તપાસ અંગેની માહિતી ફરિયાદીઓને દિલ્હી પોલીસની એડવાન્સ્ડ ઓનલાઈન સર્વિસ ડિલિવરી સિસ્ટમ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેથી તેઓ તપાસથી સંતુષ્ટ થઈ શકે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાના નિર્દેશોને અનુસરીને, ફરિયાદીઓને તપાસના વિવિધ તબક્કાઓ વિશે માહિતગાર કરવા માટે એક નવી ઑનલાઇન સિસ્ટમ શરૂ કરવામાં આવી છે.
ફરિયાદીના સંતોષ માટે દિલ્હી પોલીસે તેની ઓનલાઈન નાગરિક સેવાઓને અપડેટ કરી છે અને ફરિયાદીઓને તેમના કેસોની તપાસ અંગે સ્વચાલિત માહિતી આપવાનું શરૂ કર્યું છે. જ્યારે આરોપીઓ વધુ હશે ત્યારે દરેકની ધરપકડના કિસ્સામાં માહિતી મોકલવામાં આવશે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












