નવજીવન ન્યૂઝ.ભિલોડાઃ ભિલોડા પોલીસે રાજ્સ્થાનના વોન્ટેડ બુટલેગર બંસી ડામોરને ટોરડા નજીકથી ઝડપી પાડતા બૂટલેગરના મોતિયા મરી ગયા હતા. બુટલેગર બંસી ડામોર ભિલોડા અને શામળાજી, મોડાસા રૂરલ પોલીસ સ્ટેશના અનેક પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા કેટલાક સમયથી વોન્ટડ હતો. પેરોલ ફર્લો પણ હાલમાં જાણે મુર્છીત અવસ્થામાં હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.
ભિલોડા પીઆઈ મનીષ વસાવા અને તેમની ટીમે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરાર આરોપીઓને ઝડપી લેવા પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. પોલીસને થાપ આપવામાં માહિર રાજસ્થાનનો વોન્ટેડ બુટલેગર બંસીલાલ ડામોર ટોરડા બસ સ્ટેન્ડ નજીક હોવાની બાતમી પીઆઇ મનીષ વસાવાને મળતા તાબડતોડ તેમની ટીમ સાથે ટોરડા બસ સ્ટેન્ડ પહોંચી સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. પોલીસની સઘન કાર્યવાહી દરમિયાન રાજસ્થાન ખેરવાડાના બાબરી ગામના બંસીલાલ જીવાજી ડામોરને દબોચી લીધો હતો. પોલીસે તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. વોન્ટેડ બુટલેગર બંસી ડામોર સામે ભિલોડા, શામળાજી અને મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ અનેક ગુના નોંધાયેલા હોવાનું ભિલોડા પોલીસે જણાવ્યું હતું.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











