નવજીવન ન્યૂઝ. અરવલ્લી: સમગ્ર દેશમાં મોંઘવારીના મુદ્દે કોંગ્રેસ દ્વારા સરકારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જે મુજબ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા અલગ અલગ જિલ્લા સમિતિઓને વિરોધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ આદેશ અંતર્ગત અરવલ્લી જીલ્લામાં પણ કોંગ્રેસ દ્વારા ભાવવધારો અને મોંઘવારીના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મોડાસામાં આવેલા મહાલ્ક્ષમી ટાઉનહોલ ખાતે કોંગ્રેસ પાર્ટી દ્વારા મોટા પ્રમાણમા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમા જિલ્લાના મોટા ભાગના કોંગ્રેસનાં નેતાઓ જોડાયા હતા. આ નેતાઓ તેલના ખાલી ડબ્બા લઈને મહાલ્ક્ષમી ટાઉનહોલ પહોંચ્યા હતા અને તેલના ખાલી ડબ્બા વગાડીને તેલના ભાવમાં થઈ રહેલા ભાવવધારાનો વિરોધ કર્યો હતો તેમજ પેટ્રો-ડિઝલના ભાવમાં વધારો અને વારંવાર થઈ રહેલા પેપર લીક અંગે દેખાવ કર્યા હતા.
ગુજરાતની સ્થાપના થઈ તે સમયથી ગુજરાતમાં દારૂબંધીનો કાયદો અમલમાં છે, તેમ છતાં મોંધવારી એ સ્તરે વધી ગઈ છે ગુજરાતમાં દેરકાયદે મળતો દારૂ ખાવાના તેલ કરતાં સસ્તો મળે છે. જેના કારણે કોંગ્રેસ પાર્ટી દ્વારા ‘સસ્તા દારૂ, મહેંગા તેલ’ના સૂત્રોચ્ચાર કરીને મોંઘવારીએનો વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ પાર્ટી દ્વારા આવા સૂત્રોચ્ચાર થાય છે જેના કારણે સ્પષ્ટ થાય છે કે ગુજરાતમાં ઠેર ઠેર દારૂ મળી રહે છે અને તે પણ સસ્તા ભાવે.
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સરકારી ભારતીયો માટે યોજાઇ રહેલી પરીક્ષાઓના પેપર ફૂટી રહ્યા છે તેવા આક્ષેપ સરકાર સામે થઈ રહ્યા છે, જેના કારણે પરીક્ષામાં ભાગ લઈ રહેલા ઉમેદવારોની મહેનત ઉપર પાણી ફરી વળે છે. અરવલ્લી જિલ્લા કોંગ્રેસ દ્વારા લીક થઈ રહેલા પેપર અંગે પણ મોટા પ્રમાણમા વિરોધ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત રાજ્યમાં અલગ અલગ તબક્કે ચાલી રહેલા પોલીસ ગ્રેડ પે આંદોલનને પણ કોંગ્રેસ દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું.
સામાન્ય અને ગરીબ પરિવારોને ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે, તેવા સુત્રોચ્ચાર સાથે કોંગ્રેસ પાર્ટીએ આક્રમક વિરોધ કર્યો હતો. મોડાસા મહાલક્ષ્મી ટાઉન હોલથી કોંગ્રેસના નેતાઓએ ચાર રસ્તા પોલિસ ચોકીથી રેલી યોજી હતી. જે બસ સ્ટેશન પહોંચી હતી અને ત્યારબાદ પરત ફરતા ચાર રસ્તા પોલિસચોકી ખાતે 50 જેટલા કાર્યકરોને પોલિસે અટકાય કરી હતી.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











