Thursday, April 30, 2026
HomeGujaratAhmedabadમોટા ઉપાડે અટલ બ્રિજમાં લગાવેલા મોંઘા કાચને હવે લોખંડી બંદોબસ્ત કેમ, AMCને...

મોટા ઉપાડે અટલ બ્રિજમાં લગાવેલા મોંઘા કાચને હવે લોખંડી બંદોબસ્ત કેમ, AMCને ભરોસો નથી?

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Ahmedabad Atal Bridge News: અમદાવાદમાં સાબરમતી નદી (Sabarmati Riverfront Ahmedabad) પર કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલો અટલ બ્રિજ (Atal Bridge) ફરી વિવાદમાં આવ્યો છે. થોડા સમયે અગાઉ આ બ્રિજના તળીયે એરીયલવ્યુ માટે લગાવવામાં આવેલા કાચમાં તિરોડો (Glass Broken) પડી હતી. બ્રિજના તળીયે લગાવેલા કાચમાં તીરાડો પડવા લાગતા તંત્રે બેરીકેટ્સ લગાવી દેવાયા હતા. પરંતુ હવે તે બેરિકેટ્સના સ્થાને લોખંડની (Grill) જાળી લગાવી દેવામાં આવી છે.

પ્રાપ્ત વિગત અનુસાર, મોટા ઉપાડે 80 કરોડના ખર્ચે બનાવેલા અટલ બ્રિજના તળીયે કાચ લગાવવામાં આવ્યા હતા. કાચની વિશેષતા ગણાવતા એ.એમ.સી. અને રિવરફ્રન્ટ થાકતું ન હતું. પરંતુ હવે એ.એમ.સી.ને ભોંઠા પડવાનો વખત આવ્યો છે. કારણ કે મોંઘા ભાવના આ કાચમાં તિરોડો પડવા લાગતા તેને બંધ કરી લોખંડી જાળીથી કોર્ડન કરવા પડ્યા છે. આ ઘટના પરથી સવાલ પેદા થાય છે કે જો ખરેખર 1500 કિલોગ્રામનો આ કાચ 5 સ્તર વાળો હતો તો તૂટી કેમ રહ્યો છે? ઉપરાંત જે એરિયલ વ્યુના વખાણ કરવામાં આવતા હતા તે હવે લોખંડી જાળીથી બંધ કરી દેવામાં આવ્યો હતો હવે આ બ્રિજની વિશેષતા શું રહી?

- Advertisement -

મહત્વની વાત છે કે અટલ બ્રિજના તળીયે કુલ 8 કાચ લગાવવામાં આવ્યા હતા. આ કાચ પર ઉભા રહી સાબરમતી નદીનો એરિયલ વ્યુ જોઈ શકાય તેવું કહેવાતું હતું. પરંતુ હવે આસીયત ગણાતા કાચમાં તિરાડો પડવા લાગતા તંત્ર હરકતમાં આવ્યું છે. હાલ તંત્ર દ્વારા સલામતીની વાત કરી કાચની ફરતે લોખંડની જાળી લગાવી દેવામાં આવી છે. જેના પરથી સમજી શકાય છે કે તંત્રને ખુદ પોતાના લગાલેવા મોંઘા ભાવના કાચ પર ભરોસો નથી!

TAG: Ahmedabad News, Atal Bridge News, Sabarmati riverfront

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular