Thursday, April 16, 2026
HomeGeneralદેશના ભાગલા સમયે છૂટા પડેલા બે ભાઈઓ 74 વર્ષે મળ્યા, બધાની આંખો...

દેશના ભાગલા સમયે છૂટા પડેલા બે ભાઈઓ 74 વર્ષે મળ્યા, બધાની આંખો આંસુથી ભરાઈ ગઈ

- Advertisement -

નવજીવન ભટિંડા: 1947માં ભારત અને પાકિસ્તાનના ભાગલા વખતે બે ભાઈઓ જુદા પડી ગયા હત. જો કે 74 વર્ષ પછી 10 જાન્યુઆરીએ કરતારપુર સાહિબમાં પ્રથમ વાર અને ભાઈઓ મળ્યા ત્યારે ત્યાં ઊભેલા દરેક લોકો ભાવુક થઈ ગયા હતા. બધાની આંખોમાં આંસુ આવી ગયા. આ બે ભાઈઓને ફરીથી જોડવા માટે પાકિસ્તાનના રહેવાસી નાસિર ઢીલ્લોં, લવલી સિંહ લાયલપુર અને ભટિંડાના ફૂલેવાલા ગામના રહેવાસી ડૉ. જગસીર સિંહ સુત્રધાર બન્યા.

નાસિર ઢીલ્લોં અને સરદાર લવલી સિંહ લાયલપુર પાકિસ્તાનના બોઘરા ગામમાં ગયા હતા. તે સમયે તેઓ ત્યાં એક 80 વર્ષના વૃદ્ધ સાદિક ખાનને મળ્યા. સાદિકે તેને કહ્યું કે દેશના ભાગલા સમયે તેની માતા અને ભાઈ ભારતમાં જ રહ્યા હતા. તેના ભાઈનું નામ હબીબ ઉર્ફે સીકા છે. તે તેની માતા સાથે નનીહાલ ફુલેવાલા ગયો હતો. વિભાજન વખતે અમે બંને છૂટા પડી ગયા અને પછી આજ સુધી અમે મળી શક્યા નથી. આ પછી લવલી સિંહ લાયલપુરે ઈન્ટરનેટ મીડિયા પર એક વીડિયો મૂક્યો હતો અને ત્યારબાદ ફૂલેવાલા ગામના ડૉ. જગસીર સિંહે તેમનો સંપર્ક કર્યો અને વૃદ્ધ હબીબ વિશે જણાવ્યું. જગસીર સિંહે બંને ભાઈઓને વીડિયો કોલ દ્વારા વાત પણ કરાવી.

- Advertisement -



હાલ બંને ભાઇઓના મિલનનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. આ વિડીયો જોઈને લોકો પણ ભાવુક થઈ રહ્યા છે.

- Advertisement -



સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular