Thursday, April 16, 2026
HomeGeneralઅમદાવાદ: એક અકસ્માતે જીવનનો ધ્યેય બદલી નાખ્યો, જાણો તેમના સ્લોગન "પૂછશો...તો...જ...જાણશો" ની...

અમદાવાદ: એક અકસ્માતે જીવનનો ધ્યેય બદલી નાખ્યો, જાણો તેમના સ્લોગન “પૂછશો…તો…જ…જાણશો” ની કહાની

- Advertisement -

જયંત દાફડા (નવજીવન અમદાવાદ ): અમદાવાદમાં પાલડી વિસ્તારમાં રહેતા લાલાભાઈ શાહ જેવો છેલ્લા કેટલાક વર્ષોથી જીવદયા પ્રેમી તરીકે કાર્યરત છે. જેમણે “પૂછશો…તો…જ…જાણશો”ના સ્લોગનથી જાણીતા છે. શહેરમાં કેટલાક વિસ્તારોમાં તેમણે ૧૦૮ની જેમ ઇમરજન્સી સેવા આપી ઘાયલ પશુપક્ષીઓને મદદ કરે છે. ઉપરાંત પશુપક્ષી માટે કાયમ વેસ્ટ માંથી બેસ્ટ બનાવીને અવનવું કાર્ય કરતા રહે છે. તાજેતરમાં તેમણે રસ્તા પર રખડતા કૂતરાઓ માટે કૂવાના બેઝમાંથી ડોગહાઉસ તૈયાર કર્યું છે. જે આવી કડકડતી ઠંડીમાં કૂતરાઓને રક્ષણ આપે છે.


- Advertisement -

સમગ્ર કાર્ય બાબતે નવજીવને લાલભાઈ શાહ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, “વીસ વર્ષ પહેલાં હું સોના ચાંદીના શો રૂમમાં નોકરી કરતો હતો અને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. આજથી દશ વર્ષ પહેલાં મારી સાથે એક બનાવ બન્યો જેના કારણે મારી જિંદગીનો ધેય બદલાઈ ગયો. હું રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન મારી ઉપર ચેનલનો વાયર પડયો હતો અને હું વાહન સાથે રોડ પર પટકાયો હતો. મને ગળા ગંભીર ઇજા પહોંચતા કોઈ અજાણ્યા વ્યક્તિએ મને મદદ કરીને હોસ્પિટલ સુધી પહોંચાડ્યો હતો. જો કે મને હજી સુધી ખબર નથી આ અજાણ્યો વ્યક્તિ કોણ હતું. હું તો તેને ભગવનો ફરિસ્તો જ સમજુ, કદાચ તે માણસની મદદ ન મળી હોત તો હું અત્યાર ક્યાં હોત તેની કલ્પના પણ કરી શકતો નથી. અકસ્માત થયો ત્યારે મનમાં વિચાર આવ્યો હતો કે માણસને તો મદદ મળી જાય છે. પરંતુ જે પશુપક્ષીઓ ઘાયલ થાય છે તેમની મદદે કોણ આવતું હશે? ત્યાર બાદ મે મારું આગળનું જીવન અબોલા પશુપક્ષીઓના નામે સમર્પિત કરવાનું નક્કી કરી લીધું હતું.”

વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસથી ઠંડીનો ચમકારો વધી ગયો છે. જેના કારણે રસ્તાઓ પર રખડતા કૂતરાઓ ઠંડીથી બચવા ગાડીઓની નીચે બેસતા હોય છે. વાહનચાલકો ઘણી વાર અજાણમાં તેમની ઉપર ગાડી ફેરવી દેતા હોય છે. જેના બનાવો ઘણી વખત સોશિયલ મીડિયામાં પ્રકાશમાં આવતા હોય છે. તેમજ ઘણી વખત કૂતરાઓ ગાડીની ઉપર બેસતા હોવાથી ગાડીને નુકશાન થઈ જતાં તેમને માર મારવામાં પણ આવતા હોય છે. છેલ્લા ઘણા વખતથી આવી ફરિયાદો મારા કાને પડતાં કૂતરાઓના રક્ષણ માટે મે કૂવાના બેઝને કટિંગ કરાવી તેના પર રંગરોપાણ કરાવી તેની અંદર કલતાનની ગોદડીઓ રાખીને ડોગ હાઉસ તૈયાર કર્યું છે. અને આ ડોગ હાઉસ સોસાયટીમાં મૂકતા ત્યાંના આસપાસના બધા કૂતરા તેમાં આવીને સુઈ જાય છે. જે જોઈને મને ખૂબ આનંદ થાય છે.


- Advertisement -

અત્યારે ઉતરાયણ આવી રહી છે ત્યારે અનેક પશુપક્ષીઓ ઘાયલ થતાં હોય છે. ધારદાર પતંગની દોરીના કારણે પક્ષીઓની પાંખ કપાઈ જતી હોય છે તો અનેક પક્ષીઓના મોત પણ થતાં હોય છે. તેથી ઉતરાયણના દિવસઓમાં વહેલી સવારથી જ ઘાયલ થયેલા પક્ષીઓને બચાવવા માટે કામે લાગી જઉં છું. હું જ્યાં પણ હું જઉં ત્યાં મારું કાર્ડ આપી દઉં છું જેથી કરીને કોઈ બીજી જગ્યાએ પણ પક્ષી ઘાયલ થાય તો તેમની મદદે પહોંચી શકાય. ક્યારેક કોઈક જગ્યાએ મને પક્ષીઓની મદદ કરતા ૧૦૦,૨૦૦ રૂપિયાની મદદ પણ લોકો કરતા હોય છે. જે પૈસાથી પશુપક્ષીઓના ખોરાકમાં ખર્ચ કરી નાખું છું. હું કોઈ સંસ્થામાં જોડાયેલો નથી પણ મને અન્ય સાથીઓની મદદ મળી જવાથી ૧૦ જેટલા લોકો ઘાયલ પશુપક્ષીઓને બચાવવાનું કાર્ય કરતા રહે છે.



- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular