Friday, August 21, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદ શહેર પોલીસની અનોખી પહેલ, ઓપરેશન ચાઈલ્ડ રેસ્ક્યુ શરૂ કર્યુ

અમદાવાદ શહેર પોલીસની અનોખી પહેલ, ઓપરેશન ચાઈલ્ડ રેસ્ક્યુ શરૂ કર્યુ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Operation Child Rescue by Ahmedabad City Police : અમદાવાદ શહેર પોલીસે (Ahmedabad Police)એક અનોખી પહેલ હાથ ધરી છે. શહેરમાં ભિક્ષાવૃત્તિ કરતા બાળકોને શોધી (Find begging children) તેમના પરિવારની શોધખોળ હાથ ધરવામાં આવી છે. હાલ શહેરના એસજી હાઇવે અને પોશ વિસ્તાર ગણાતા એવા સિંધુભવન વિસ્તારમાં ખાનગી રીતે આ પ્રક્રિયા કરવામાં આવી રહી છે. આજે પોલીસને ચાર બાળકો મળ્યા હતા, જેને લઇને ચાઇલ્ડ વેલફેર કમિટીને (Child Welfare Committee) જાણ કરી સંરક્ષણ ગૃહમાં આ બાળકોને મોકલવામાં આવ્યા છે.

છેલ્લા ઘણાં સમયથી શહેરમાં ભિક્ષાવૃત્તિ કરતા પરિવારોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે અમદાવાદ શહેર પોલીસને આ વાત ધ્યાને આવી છે અને પોલીસ કમિશનર અને સેક્ટર 1ના એડિશનલ સીપી નિરજ બડગુજરે ઝોન 1 અને ઝોન 7માં આવતા 15 પોલીસ સ્ટેશનની એક ટીમ તૈયાર કરી છે. તેમાં ખાસ એસજી હાઇવે પરના સરખેજ, બોડકદેવ, સેટેલાઇટ, આનંદનગર, સોલા, વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના સ્ટાફને એક ટાસ્ક સોંપ્યો છે

- Advertisement -

અમદાવાદ પોલીસે સૌથી પહેલાં આવા ભિક્ષાવૃત્તિ કરતા લોકોની માહિતી ભેગી કરી છે. તેમા પણ ખાસ નાના બાળકો જે જાતે અથવા માતા-પિતા સાથે મળીને ભિક્ષાવૃત્તિ કરતા હોય તેવા લોકોને સોધી કાઢ્યાં છે. ઓપરેશન ચાઇલ્ડ રેસક્યૂ શરૂ કરી પોલીસ સવારથી રાત સુધી આવા ભિક્ષાવૃત્તિ કરતા લોકો સુધી પહોંચી રહી છે અને આવા બાળકોને બચાવવાની માનવલક્ષી કામગીરી રહી છે. આ સમગ્ર કામગીરી વખતે કોઈ બાળકો કે તેમના પરિવારજનો ડરી ન જાય તે માટે પોલીસ ખાનગી ગાડી અને ખાનગી કપડામાં જાય છે. અમદાવાદના હાઇવે પર જ્યાં વીવીઆઇપી લોકોની ગાડી ઉભી રહે છે ત્યાં જ આ ભિક્ષાવૃત્તિ કરતા લોકો પહોંચી જાય છે. કોઇક ગાડીના કાચ સાફ કરે છે તો કોઇ વસ્તુઓ વેચી ભિક્ષાવૃત્તિ કરતા જોવા મળતા હોય છે.

સેક્ટર 1ના એડિશનલ સીપી નિરજ બડગુજરે આ મામલે જણાવતા કહ્યું હતુ કે, ‘સામાન્ય રીતે પોલીસે પણ જોયું છે કે, નાના બાળકોને છાતી પર કે પેટ પર બાંધી તેના માતા-પિતા ભિક્ષાવૃત્તિ કરતા હોય છે. આવા ઘોંઘાટ વચ્ચે બાળકો સતત ઉંઘતા હોવાથી તેને કોઇ ઘેનની ગોળી અપાય છે કે પછી કોઇ બાળ તસ્કરીનું રેકેટ છે તે બાબતે પણ પોલીસ ખાનગીમાં તપાસ કરી રહી છે, પરંતુ આ પ્રકારના રેકેટ હજુ સુધી પોલીસના ધ્યાને આવ્યા નથી, પણ પોલીસ ભિક્ષાવૃત્તિ કરતા લોકો પાસે પહોંચી તે બાળક તેમનું જ છે કે કેમ તેની ચોકસાઇપૂર્વક ખાતરી કરવાનું ભૂલતી નથી.’

ઉલ્લેખનીય છે કે એન્ટિ-હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ પાસે હાલ 50 બાળકોનો ડેટા છે અને પોલીસ આવા ભિક્ષાવૃત્તિ કરતા બાળકોને જુવે છે ત્યારે તેમાં તેઓની વિગત, પોલીસ સ્ટેશનનું નામ, વિસ્તાર, શું કામ કરતા તેઓ મળી આવ્યા છે, લોકેશન અને ફોટો રાખવામાં આવ્યો છે. આ ડેટાની બેંક બનાવી તેને થોડા સમય બાદ તમામ પોલીસ એક્સેસ કરી શકે તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. તેનાથી ભવિષ્યમાં કોઇ બાળક ખોવાઇ જાય કે બાળ તસ્કરી જેવો કોઇ કિસ્સો બને ત્યારે બાળકોને શોધવામાં આ માહિતી પોલીસને મદદરૂપ બની શકે.

- Advertisement -

TAG: Ahmedabad City Police, Operation Child Rescue, Child Begging, Child Beggars

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular