Friday, July 3, 2026
HomeGeneralભરૂચમાં અચાનક મકાન ધરાશાયી થતાં પરિવાર કાટમાળ નીચે દબાયો, એક જ પરિવારના...

ભરૂચમાં અચાનક મકાન ધરાશાયી થતાં પરિવાર કાટમાળ નીચે દબાયો, એક જ પરિવારના ત્રણ બાળકોના દુર્ઘટનામાં મૃત્યુ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ભરુચ: ભરૂચમાં આવેલા બંબાખાના વિસ્તારમાં આજે વહેલી સવારે એકાએક એક મકાન ધરાશાયી થવાની ઘટના બની હતી, જેમાં તએક પરિવાર દટાઇ ગયો હતો. આ દુર્ધટનામાં ત્રણ નાના બાળકોના કરૂણ મૃત્યુ થયા હતા જ્યારે તેમના માતા-પિતાની હાલત ગંભીર હોવાને કારણે તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયરબ્રિગેડની ટિમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી.



પ્રાથમિક માહિતી મુજબ ભરૂચના બંબાખાના વિસ્તારમાં આવેલા કુંભારિયા ઢોળાવ પર એક મકાન અચાનક ધરાશાયી થયું હતું. વહેલી સવારે આ ઘટના બની હતી જેમાં ઘરમાં સૂઈ રહેલો પરિવાર મકાનના કાટમાળ નીચે દબાઈ ગયો હતો. એક જ પરિવારના ત્રણ નાનાં બાળકોએ આ દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવયીઓ હતો જ્યારે પરિવારના અન્ય સભ્યોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અચાનક મકાન ધરાશાયી થતાં મોટો ધડાકા જેવો અવાજ આવ્યો હતોઈ જેના કારણે આસપાસના લોકો એકત્રિત થઈ ગયા હતા અને પોલીસ અને ફાયરબ્રિગેડને ઘટના અંગે જાણ કરી હતી.

ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયરબ્રિગેડની ટિમ ઘટનાસ્થળે દોડી આવી હતી. સ્થાનિકોની મદદ દ્વારા ફાયરબ્રિગેડની ટિમ દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને મકાનના કાટમાળ નીચે દબાયેલા પરિવારના સભ્યોને હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. જ્યારે નિશા સોલંકી, પ્રિન્સ સોલંકી અને અંજના સોલંકીનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. આમ આ દુર્ઘટનામાં એક જ પરિવારના ત્રણ બાળકોનું કરુણ મૃત્યુ થયું હતું જેના કારણે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.



- Advertisement -






- Advertisement -


Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular