Sunday, April 19, 2026
HomeGujaratAhmedabadપ્રતિબંધીત ચાઈનીઝ દોરીનો મામલો ગુજરાત હાઈ કોર્ટમાં પહોંચ્યો, 2 દિવસમાં સોગંદનામા પર...

પ્રતિબંધીત ચાઈનીઝ દોરીનો મામલો ગુજરાત હાઈ કોર્ટમાં પહોંચ્યો, 2 દિવસમાં સોગંદનામા પર જવાબ રજૂ કરવા આદેશ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ઉતરાયણનો તહેવાર(Kite Festival) નજીક આવતા જ રાજ્યમાં પતંગ દોરીના કારણે માર્ગ અકસ્માતના બનાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જોકે મોટા ભાગના અકસ્માત પ્રતિબંધીત ચાઈનીઝ દોરીના કારણે થતા હોવાના કિસ્સા સામે આવ્યા છે. ત્યારે ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં દોરી આવે છે ક્યાંથી તે એક મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે. ત્યારે આજે ચાઈનીઝ દોરીનો મુદ્દો હાઈકોર્ટ (Gujarat High Court) સમક્ષ પહોંચતા કોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી.

ગુજરાતમાં ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ લગાવામાં છે, તેમ છતાં ગેરકાયેદ બજારમાં ચોઈનીઝ દોરીનું વેચાણ થઈ રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી ચાઈનીઝ દોરીથી અકસ્માતના બનાવો સતત સામે આવી રહ્યા છે. જેમાં કેટલાક લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ઉતરાયણને હજી દસ દિવસ જેટલી વાર છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ચાઈનીઝ દોરી, નાયલૉન દોરી તથા તુક્કલ વેચાણ મુદ્દેની કાર્યવાહી અંગે સરકાર પાસે જવાબ માગ્યો છે.

- Advertisement -

ચાઈનીઝ દોરી, નાયલોન દોરી અને ચાઈનીઝ તુક્કલના કારણે લોકોને થતી ઈજાઓ, મૃત્યુ અને અકસ્માતને લઈને યોગ્ય પગલા લેવામાં આવે તેવી માંગણી સાથેની પિટીશન કરવામાં આવતા આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન હાઈકોર્ટનું પ્રાથમિક અવલોકન હતું કે, ચાઈનીઝ દોરી, નાયલોન દોરી અંગે માત્ર જાહેરનામું બહાર પાડવું જરૂરી નથી, પરંતુ પ્રતિબંધ મૂકીને તેનું અમલવારી થવું પણ જરૂરી છે. આવી દોરીઓના કારણે લોકોનું મૃત્યુ કે ઈજાઓ થાય તે ચલાવી શકાય નહીં. ચાઈનીઝ દોરી અને તુક્કલના પ્રતિબંધના અમલવારીને લઈને કોર્ટે સરકાર પાસે ખુલાસો માગ્યો છે. ઉપરાંત બે દિવસમાં સોગંદનામા પર જવાબ રજૂ કરવા આદેશ કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે વધુ સુનાવણી 6 જાન્યુઆરી રોજ હાથ ધરવામાં આવશે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular