નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Ahmedabad News: ગુજરાતમાં નકલી અધિકારીઓનો (Fake Officer) રાફડો ફાટ્યો હોય તે પ્રકારે એક બાદ એક નકલી અધિકારીની ઓળખ આપીને રોફ જમાવતા ઠગ પોલીસની પકડમાં આવી રહ્યા છે. ત્યારે આજે વધુ એક CMO અધિકારીની ઓળખ આપીને રોફ જમાવતા યુવકની અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચે (Ahmedabad Cyber Crime Branch) ધરપકડ કરી છે. ઊંઝાના વેપારીને GST વિભાગનું સમન્સ મળતા નકલી અધિકારીએ GSTના અધિકારીને ફોન કરીને ધમકી આપી હતી. આ બાબતે GSTના અધિકારીએ ફરિયાદ નોંધાવતા અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગત અનુસાર, ઊંઝાના જીરાના વેપારીને GST વિભાગ દ્વારા સમન્સ મોકલવામાં આવ્યું હતું. જેને લઈને GST વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી. આ દરમિયાન એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. જેમાં ફોન કરનારાએ પોતે CMOના અધિકારી તરીકેની ઓળખ આપીને કેસની કાર્યવાહી ન કરવા અને કેસ પુરો કરી દેવા માટે ધમકી આપવામાં આવી હતી. આ અંગે GSTના અધિકારી દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવતા આજે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાંચ દ્વારા લવકુશ દ્વીવેદી નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી લવકુશ કર્મકાંડ અને જ્યોતિષનો ધંધો કરે છે. ઊંઝાના વેપારી તેના કાકા થાય છે. તેમને GST વિભાગ દ્વારા સમન્સ પાઠવવામાં આવતા પોતે CMOના નકલી અધિકારી (Fake CMO Officer) તરીકેની ઓળખ આપીને કાર્યવાહી ન કરવા માટે ધમકી આપી હતી. લવકુશના સોશિયલ મીડિયામાં પણ પોતે ભાજપ સાથે સંકળાયેલો હોવાની વિગત રાખી છે, સાથે જ કેટલાક નેતાઓ સાથેના પણ ફોટો મુકેલા છે. આરોપી વોટ્સએપ અને ટ્રૂ કોલરમાં CMO અધિકારી તરીકે ઓળખ રાખતો હતો. આરોપી રાજકીય પક્ષ સાથે સંકળાયેલો હોવાથી રાજકીય આગેવાનો સાથેની ઉઠક બેઠકનો લાભ લઈને કમલમમાં પણ અવરજવર કરતો હોવાનું સુત્રો પાસેથી જાણવા મળ્યું છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796