Tuesday, March 17, 2026
HomeGujaratબનાસકાંઠામાં રીંછનો આતંક, એક યુવક પર હુમલો કરી માથાના ભાગે બટકા ભર્યા

બનાસકાંઠામાં રીંછનો આતંક, એક યુવક પર હુમલો કરી માથાના ભાગે બટકા ભર્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. બનાસકાંઠા: બનાસકાંઠા (Banasantha) જિલ્લાના કેટલાક વિસ્તારોમાં જંગલ આવેલું છે, જેમાં ઘણા હિંસક પ્રાણીઓ પણ રહે છે. બનાસકાંઠાના આ વિસ્તારોમાં રહેતા લોકો મોટાભાગે પશુ પાલન અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ખેતીના કામ માટે જ્યારે ગામના લોકોને જંગલમાંથી પસાર થવું પડે છે, ત્યારે ઘણી વાર હિંસક પ્રાણીઓના હુમલની ઘટના પણ સામે આવતી હોય છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં રીંછના હુમલાની (Bear Attack) ઘટનામાં વધારો થયો છે, જેના કારણે ગ્રામજનો ચિંતિત બન્યા છે.

થોડા સમય અગાઉ અમીરગઢમાં અલગ અલગ વિસ્તારોમાં રીંછના હુમલાની ઘટના સામે આવી હતી, જેમાં ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ત્યાર બાદ હવે બનાસકંઠના દાંતીવાડામાં રીંછ દેખાવથી સ્થાનિકોમાં ભાઇનો માહોલ ઊભો થયો છે. સ્થાનિકોએ આ અંગે વનવિભાગને જાણ કરતાં હાલ વન વિભાગના અધિકારીઓએ અને કર્મચારીઓ દ્વારા આ રીંછને પકડવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

- Advertisement -

પાપ્ત વિગતો અનુસાર, બનાસકાંઠા જિલ્લામાં અનેક વાર દીપડા સહિતના વન્ય જીવો ખોરાક પાણીની શોધમાં ગ્રામ્ય વિસ્તારોમાં આવી જાય છે. દરમિયાન ગ્રામજનો ખેતી કે પશુપાલન માટે જતાં હોય, ત્યારે તેમના પર હીંસક પ્રાણી દ્વારા હુમલો કરવાના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. આવો જ એક કિસ્સો દાંતીવાડાના ડેરી ગામમાંથી સામે આવ્યો છે. જેમાં ડેરીગામના યુવક ઉપર રીંછે હુમલો કર્યો હોવાની ઘટના બની છે. આ ડેરીગામના આયદાન રબારી નામના યુવક પર રીંછે હુમલો કરી માથા અને પગના ભાગે બચકા ભરતા યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે અને યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. રીંછના હુમલાથી ગ્રામજનોમાં ભય ફેલાયો છે. જેથી આ ઘટનાની જાણ વનવિભાગને કરતા તેઓએ રીંછને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular