Friday, April 17, 2026
HomeNationalUnacademy ફરીથી વિવાદોના ઘેરામાં, કરણ સાંગવાનની હકાલપટ્ટી બાદ સોશિયલ મિડિયામાં હોબાળો અને...

Unacademy ફરીથી વિવાદોના ઘેરામાં, કરણ સાંગવાનની હકાલપટ્ટી બાદ સોશિયલ મિડિયામાં હોબાળો અને રાજકારણમાં ગરમાવો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: સોશિયલ મિડિયામાં એડટેક ફર્મ Unacademy ના શિક્ષક કરણ સાંગવાનને (karan sangwan)નોકરીમાંથી કાઢી મૂકવાનો મુદ્દો હાલ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ કરી રહ્યો છે. કરણ સાંગવાને પોતાના ઓનલાઈન ક્લાસ દરમિયાન વિદ્યાર્થીઓને ચૂંટણીઓમાં અભણ ઉમેદવારોને મત નહીં આપવાની એક સલાહ આપી હતી. નામ લીધા વિના ભાજપ સરકાર તરફ કરેલા નિદર્શનના કારણે BJP ભક્તો આ નિવેદનથી ભડક્યા હતા. જેના કારણે કરણ સાંગવાન સોશિયલ મિડિયામાં ટ્રોલિંગનો શિકાર પણ બન્યા હતા. જેનું પરિણામ એ આવ્યું કે તેમને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યા. આ સમગ્ર ઘટનામાં ચકડોળે ચડેલા રાજકીય મુદ્દાને લઈ આપ નેતા કેજરીવાલે પણ સમર્થન આપતી ટ્વીટ કરીને સવાલ ઉઠાવ્યા છે.

શું બની હતી ઘટના?

એડટેક ફર્મ અનએકેડેમીના શિક્ષક કરણ સાંગવાને ઑનલાઈન ક્લાસ દરમિયાન વિદ્યાર્થીઓને શિક્ષિત ઉમેદવારોને મત આપવા અપીલ કરી હતી. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો હતો. કેટલાંક યુઝર્સે કરણ સાંગવાનને ટ્રોલ કર્યા હતા. તો બીજી તરફ BJP કાર્યકરો અને કહેવાતા અંઘભક્તો પણ આ નિવેદનથી ભડક્યા હતા. કારણ કે કરણ સાંગવાને જે નિવેદન આપ્યું તેમાં કોઈના નામનો ઉલ્લેખ કર્યા વિના તેમણે અભણ ઉમેદવારોને મત નહીં આપવાની અપીલ કરી હતી. સાથે જ તેમણે એવું તો શું કહ્યું કે જેના કારણે BJP કાર્યકરો ભડકી ઉઠ્યા તે આ વિડીયો જોઈને તમે પણ સમજી જ જશો….

- Advertisement -

આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ Unacademy કંપની પર દબાણ વધ્યુ, જેના કારણે પરિણામ એ આવ્યું કે, આખરે કંપનીએ નમતું જોખીને એડટેક ફર્મ અનએકેડેમીના શિક્ષક કરણ સાંગવાનને નોકરીમાંથી કાઢી મૂક્યા. જેના કારણે સોશિયલ મીડિયા પર આ ચર્ચાએ જોર પકડ્યું છે. કેટલાંક લોકો કરણ સાંગવાનના સમર્થનમાં આવ્યા તો કેટલાંકે ટીકાઓ કરવા માંડી.

આ સમગ્ર ઘટનાને લઈને Unacademy ના સહ-સ્થાપક રોમન સૈનીએ ખુલાસો કરતા જણાવ્યું કે, કરણ સાંગવાને કોન્ટ્રાક્ટનું ઉલ્લંઘન કર્યું હતું અને તેથી કંપનીએ કાર્યવાહી કરવી પડી હતી. તેમણે ટ્વીટ કરી હતી કે, “અમે ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે પ્રતિબદ્ધ એક શૈક્ષણિક પ્લેટફોર્મ છીએ. અમે અમારા શિક્ષકો માટે એક કડક આચારસંહિતા નિશ્ચિત કરેલી છે, જેનો હેતુ એ નિશ્ચિત કરવાનો છે કે અમારા શિક્ષકો વિદ્યાર્થીઓને નિષ્પક્ષ જ્ઞાન આપે. અમે જે કંઈપણ કરીએ છીએ તેના કેન્દ્રમાં અમારા વિદ્યાર્થીઓ હોય છે. ક્લાસ એ વ્યક્તિગત મત અને વિચારો રજૂ કરવાની જગ્યા નથી, કેમ કે તે તેમને ખોટી રીતે પ્રભાવિત કરી શકે છે. એટલે હાલની પરિસ્થિતિમાં અમારે કરણ સાંગવાનથી અલગ થવા મજબૂત થવું પડ્યું છે. કેમ કે તેઓ આચારસંહિતાનો ભંગ કરી રહ્યાં હતાં.

જો કે કંપનીએ આ જે કંઈપણ ખુલાસો કર્યો તેનો પણ યુઝર્સે વિરોધ કર્યો. સોશિયલ મીડિયામાં કરણ સાંગવાનની તરફેણ કરનારા યુઝર્સના મતે આ મામલે ચોક્કસ રાજકીય પક્ષ દ્વારા કંપની પર દબાણ કરવામાં આવ્યું હોવાનું જણાઈ રહ્યું છે. જેના ભાગરૂપે જ કરણ સાંગવાનની નોકરીમાંથી હકાલપટ્ટી કરવામાં આવી.

- Advertisement -

સોશિયલ મીડિયામાં ભારે ચર્ચાનવો વિષય બનેલા આ મુદ્દે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલે પણ પણ ઝંપલાવ્યુ. તેમજ Unacademy દ્વારા કરવામાં આવેલી શિક્ષક કરણ સાંગવાનની બરતરફી પર સવાલ ઉઠાવ્યા છે. કેજરીવાલે તેમના ટ્વીટર એકાઉન્ટ પર કરણ સાંગવાનને સમર્થન કરતી એક પોસ્ટમાં પણ પોતાના મંતવ્યો સહિત આશ્ચર્ય વ્યક્ત કર્યું અને કહ્યું, “શું શિક્ષિત લોકોને વોટ આપવાની અપીલ કરવી ગુનો છે? જો કોઈ અભણ હોય તો વ્યક્તિગત રીતે હું તેને માન આપું છું. પરંતુ જનપ્રતિનિધિઓ અભણ ન હોઈ શકે. આ વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે. અભણ જનપ્રતિનિધિઓ 21મી સદીના આધુનિક ભારતનું નિર્માણ ક્યારેય નહીં કરી શકે”.

કરણ સાંગવાનની પ્રતિક્રિયા

એક વિડીયો ક્લીપ દ્વારા કરણ સાંગવાને આ સમગ્ર મામલે કહ્યું કે, “છેલ્લા કેટલાંક દિવસોથી એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેના કારણે હું વિવાદમાં છું અને આ વિવાદને કારણે જ્યુડિશિયલ સર્વિસની પરીક્ષાની તૈયારી કરી રહેલા મારા ઘણા વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમની સાથે હું પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યો છું.” વધુમાં તેમણે જણાવ્યુ કે, તેમણે પોતાની યુટ્યુબ ચેનલ શરૂ કરી છે અને જાહેરાત કરી છે કે, તેઓ આગામી વિડીયોમાં આ સમગ્ર વિવાદ મુદ્દે 19 ઓગસ્ટ એટલે કે આવતી કાલે વિગતવાર જાણકારી આપશે.

અહીં ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ અનએકેડેમી પ્લેટફોર્મ 2022માં મોટા પાયે 350 કર્મચારીઓની બરતરફીને લઈને ચર્ચામાં આવ્યું હતું. ત્યારે આજે ફરી વધુ એક શિક્ષકની નોકરીમાંથી હકાલપટ્ટી બાદ ભારે હોબાળો મચ્યો છે. બીજી તરફ CM કેજરીવાલે કરણ સાંગવાનને સમર્થન આપતા રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે હવે કરણ સાંગવાનના જણાવ્યા અનુસાર આવતી કાલે આ મુદ્દે તે કયો ઘટસ્ફોટ કરે છે અને આ મુદ્દાને રાજકીય પાર્ટી કયો નવો વળાંક આપે છે તે હવે જોવુ રહ્યું.

- Advertisement -

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular