Friday, September 4, 2026
HomeGeneralવિધાનસભા ચૂંટણી 2022: આ 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તરીખોની જાહેરાત થશે

વિધાનસભા ચૂંટણી 2022: આ 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તરીખોની જાહેરાત થશે

- Advertisement -

નવજીવન. નવી દિલ્હી: ચૂંટણી પંચ આજે બપોરે 3.30 વાગ્યે ઉત્તર પ્રદેશ, પંજાબ, ગોવા, મણિપુર અને ઉત્તરાખંડમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરશે. કોરોના વાયરસના વધતા જતા કેસ વચ્ચે આ પાંચ રાજ્યોમાં ચૂંટણી થવાની છે. ચૂંટણી પંચે કહ્યું હતું કે તમામ પક્ષો સમયસર ચૂંટણી ઇચ્છે છે. આવી સ્થિતિમાં ચૂંટણી મોકૂફ ન રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ચૂંટણી પંચ અને આરોગ્ય મંત્રાલયના ટોચના અધિકારીઓએ ચૂંટણી દરમિયાન કોરોનાના ખતરાને ધ્યાનમાં રાખીને બેઠક યોજી હતી. આ બેઠકમાં મતદારો અને કર્મચારીઓના ફરજિયાત સંપૂર્ણ રસીકરણ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આ વખતે ચૂંટણીમાં સોશિયલ મીડિયા પર કડક નજર રહેશે. વાંધાજનક પોસ્ટ્સ પર કોઈપણ રીતે કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યોની સરહદો પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે.

- Advertisement -



ઉલ્લેખનીય છે કે એક તરફ દેશ અને દુનિયામાં કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનનું સંક્રમણ ખૂબ ઝડપી વધી રહ્યું છે ત્યારે ભારતમાં આગામી સમયમાં પાંચ રાજ્યોમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે. અગાઉ કોરોનાની બીજી લહેર દરમિયાન પશ્ચિમ બંગાળમાં ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે જ્યારે દેશ કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વચ્ચે છે ત્યારે આજે ચૂંટણી પંચ ઉત્તરપ્રદેશ, ગોવા, પંજાબ, મણિપુર અને ઉત્તરાખંડની ચૂંટણીની તરીખોની જાહેરાત કરવા જઈ રહ્યું છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular