નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ આસામમાં પૂર દર વર્ષે લોકો માટે મુશ્કેલીનું કારણ બને છે. આ વખતે પણ આસામમાં આવેલા પૂરથી લાખો લોકો પ્રભાવિત થયા છે. પૂર બાદ પરેશાન લોકોનો તાગ મેળવવા રાજકારણીઓ પહોંચી રહ્યા છે. આ દરમિયાન એક વીડિયો સામે આવ્યો છે જેમાં ભાજપના ધારાસભ્ય પૂરના પાણીથી બચવા માટે એક કર્મચારીની પીઠ પર સવાર જોવા મળી રહ્યા છે. એએનઆઈના અહેવાલ મુજબ, જ્યારે લુમડિંગ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય સિબુ મિશ્રા પૂર રાહતની સમીક્ષા કરવા પહોંચ્યા, ત્યારે તેમણે પાણીથી બચવા માટે પૂર રાહત માટે કામ કરતા એક કર્મચારીની પીઠ પર સવારી કરી. તેનો આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આસામના 27 જિલ્લામાં 6.6 લાખથી વધુ લોકો પ્રિ-મોન્સૂન વરસાદને કારણે પૂરની ઝપેટમાં છે. પૂરને ધ્યાનમાં રાખીને 48 હજારથી વધુ લોકોને 248 રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે. હોજાઈ અને કછાર સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓ છે. દરેક જિલ્લામાં 1 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. સેનાએ બચાવ અભિયાન અંતર્ગત હોજાઈ જિલ્લામાં ફસાયેલા 2000થી વધુ લોકોને બચાવી લીધા છે.
#WATCH | Assam: BJP MLA from Lumding Assembly, Sibu Misra was seen taking a piggyback ride to a boat, on the back of a flood rescue worker yesterday, May 18th. He was in Hojai to review the flood situation in the area. pic.twitter.com/Rq0mJ8msxt
— ANI (@ANI) May 19, 2022
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આસામને કેન્દ્ર સરકાર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી છે. એક ટ્વીટમાં, તેમણે કહ્યું કે તેઓ આસામના મુખ્ય પ્રધાન હિમંત બિસ્વા સરમા સાથે વાત કરી ચૂક્યા છે. રાજ્ય પૂરગ્રસ્ત વિસ્તારોમાં આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો જાળવવા અને સંદેશાવ્યવહાર ચેનલોને પુન:સ્થાપિત કરવા માટે સંઘર્ષ કરી રહ્યું છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











