Sunday, June 7, 2026
HomeGeneralભાજપ સાંસદ મનસુખ વસાવાનો ટ્રેનમાંથી કોઈ મોબાઈલ ચોરી ગયું, લાસ્ટ લોકેશન રાજસ્થાનનું...

ભાજપ સાંસદ મનસુખ વસાવાનો ટ્રેનમાંથી કોઈ મોબાઈલ ચોરી ગયું, લાસ્ટ લોકેશન રાજસ્થાનનું આવ્યું

- Advertisement -

વિશાલ મિસ્ત્રી (નવજીવન ન્યૂઝ. રાજપીપલા): ભાજપના સિનિયર નેતા અને ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો મોબાઈલ ફોન દિલ્હીથી વડોદરા ટ્રેનમાં આવતા વચ્ચે ચોરાઈ ગયો હોવાની ઘટના સામે આવી છે. રેલવે ટ્રેનમાં સાંસદો માટે સુરક્ષા વ્યવસ્થા સાથેનો અલાયદો ડબ્બો હોવા છતાં ફોન ચોરી કેવી રીતે થયો, કોણે કર્યો તે પ્રશ્ન અહિં ઉપસ્થિત થાય છે. જો કે મનસુખ વસાવાએ રેલવે બોર્ડને ફરિયાદ કરતા લોકેશન કોટા રાજસ્થાન મળ્યું હોવાનું જાણવા મળ્યું છે.



ભાજપ સાંસદ મનસુખ વસાવા વીવીઆઈપી કોચમાં દિલ્હીથી વડોદરા આવી રહ્યાં હતાં. આ દરમિયાન રાજસ્થાન આવતા તેમના કમ્પાર્ટમેન્ટમાંથી તેમનો સ્માર્ટ ફોન ચોરી થઇ ગયો હતો. સાંસદ મનસુખ વસાવાએ મોબાઈલ શોધવાનો પ્રયત્ન કરયો હતો પરંતુ તે મળ્યો નહિ એટલે એમણે રેલવેમાં હાજર સુરક્ષા ગાર્ડને ફરિયાદ કરી તો ગાર્ડ દ્વારા જરૂરી સંબંધિત આધિકારીઓનો સંપર્ક કરીને સાંસદની ફરિયાદ નોંધવામાં આવી હતી. તેમનો મોબાઈલ ટ્રેસ કરવામાં આવતા મોબાઈલનું છેલ્લું લોકેશન રાજસ્થાન કોટા બતાવતા સુરક્ષા ગાર્ડ દ્વારા કોટા રાજસ્થાનમાં આવેલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની વાતચીત કરી પરંતુ સાંસદે રાજસ્થાનમાં જઈને ફરિયાદ કરવાનું માંડી વાળ્યું હતું.

અત્રે એ ઉલ્લેખનીય છે કે રેલવેમાં ફર્સ્ટ ક્લાસ કેટેગરીમાં વીવીઆઈપી સુવિધાઓ હોય છે, સુરક્ષા પણ એટલી હોય છે. સાથે સંસદ સભ્યોના ડબ્બામાં પણ સુરક્ષા હોય છતાં પણ જો સાંસદ મનસુખ વસાવાનો મોબાઈલ ટ્રેનમાંથી ચોરી થતો હોય તો એ નવાઈની વાત જરૂર કહેવાય. એ જોતા સામાન્ય ડબ્બાઓમાં ભીડમાં કેટલી ચોરીઓ થતી હશે. રેલવે વિભાગે આ ચોરીઓ પર અંકુશ લાવવા કોઈ એક્શન પ્લાન બનાવવો જરૂરી બન્યો છે.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular