નવજીવન લખનૌ: ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર પર આકરા પ્રહારો કરતાં દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલે કહ્યું કે પાંચ વર્ષમાં યોગી સરકારે માત્ર સ્મશાન જ બનાવ્યા અને મોટી સંખ્યામાં લોકોને ત્યાં પહોંચાડવાની વ્યવસ્થા કરી.
લખનૌમાં યોજાયેલી મહારેલીમાં પોતાના સંબોધન દરમિયાન કેજરીવાલે ઉત્તર પ્રદેશની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. જ્યારે રાજ્યના લોકોને વિકાસ માટે આગામી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને એક વાર તક આપવા અપીલ કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફ ઈશારો કરતા કેજરીવાલે કહ્યું કે, ‘વર્ષ 2017માં ભાજપના સૌથી મોટા નેતા આવ્યા હતા અને કહ્યું હતું કે જો ઉત્તર પ્રદેશમાં કબ્રસ્તાન બને છે તો સ્મશાન પણ બનાવવું જોઈએ. દુઃખની વાત એ છે કે છેલ્લા પાંચ વર્ષમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે માત્ર સ્મશાન ઘાટ જ બનાવ્યા છે. માત્ર સ્મશાન જ નહીં, પરંતુ મહામારી દરમિયાન તેમના નબળા સંચાલનને કારણે મોટી સંખ્યામાં સંખ્યામાં લોકોને ત્યાં પહોંચાડવાની વ્યવસ્થા કરી.
તેમણે યોગી સરકાર પર આરોપ લગાવ્યો કે મહામારી દરમિયાન આખી દુનિયામાં એક રાજ્ય છે જ્યાં સૌથી ખરાબ કોરોનાનું સંચાલન કરવામાં આવ્યું છે, તો તે ઉત્તર પ્રદેશ છે. એટલું ખરાબ મેનેજમેન્ટ હતું કે તેને ઢાંકવા માટે જનતાના કરોડો રૂપિયાથી ઉત્તર પ્રદેશ સરકારએ અમેરિકાના મેગેઝિન 10-10 પાનાની જાહેરાતો આપી.
દિલ્હીના મુખ્યમંત્રીએ કહ્યું, હું શાળાઓ અને હોસ્પિટલો બનાવવા આવ્યો છું. દિલ્હીમાં બનાવીને આવ્યો છું. હું તેને ઉત્તર પ્રદેશમાં પણ બનાવી આપીશ. વિરોધ પક્ષોને ખબર નથી કે આ બધું કેવી રીતે બનાવવું. માત્ર કબ્રસ્તાન અને સ્મશાન જ બનાવી શકે છે. પરંતુ હવે દેશને શાળાઓ અને હોસ્પિટલોની જરૂર છે.
કેજરીવાલે કહ્યું કે યોગી સરકારના જાહેરાતપ્રેમની હાલત એ છે કે દિલ્હીમાં દિલ્હી સરકારના માત્ર 106 હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે, જ્યારે યોગી સરકારના 850 હોર્ડિંગ્સ છે. ઘણી વખત ખબર નથી પડતી કે તે ઉત્તર પ્રદેશની કે દિલ્હીની ચૂંટણી લડી રહ્યા છે.
બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના દેશના દરેક બાળકને સારું શિક્ષણ આપવાના સપનાને સાકાર કરવાની પ્રતિજ્ઞા લીધી છે અને આ જ કારણ છે કે આજે દિલ્હીની સરકારી શાળાઓ પણ દેશમાં એક ઉદાહરણ બની છે.
વિપક્ષી પાર્ટીઓ પર આરોપ લગાવતા તેમણે કહ્યું કે, 75 વર્ષમાં આ પાર્ટીઓએ જાણી જોઈને દેશને ગરીબ અને અશિક્ષિત રાખ્યો જેથી આપણે તેમની રેલીઓમાં જતા રહીએ. સરકારી શાળાઓને જાણી જોઈને ખરાબ હાલતમાં રાખવામાં આવી હતી. જો દિલ્હીની સરકારી શાળાઓ પાંચ વર્ષમાં ઠીક કરીએ તો શું ઉત્તર પ્રદેશમાં તે ઠીક ન થઈ શકી હોત?
300 યુનિટ મફત વીજળી, 10 લાખ યુવાનોને રોજગાર આપવા અને 18 વર્ષ અને તેથી વધુ ઉંમરની મહિલાઓને દર મહિને એક હજાર રૂપિયા આપવાના વચન કેજરીવાલે આપ્યું હતું. જનતાને આગામી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને એક તક આપવા જણાવ્યું હતું.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












