નવજીવન ચંડીગઢ: કેન્દ્ર દ્વારા ત્રણ કૃષિ કાયદાઓ નાબૂદ કરવાને ખેડૂતો માટે ઐતિહાસિક જીત ગણાવતા મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિકે રવિવારે કહ્યું કે કેન્દ્ર સરકારે વિરોધ કરી રહેલા ખેડૂતો સામે નોંધાયેલા કેસો પાછા ખેંચવા માટે નિષ્ઠાપૂર્વક કામ કરવું પડશે. તેમણે એમ પણ કહ્યું કે સરકારે પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ (એમએસપી)ને કાયદેસર બનાવવો પડશે. મલિકે કહ્યું કે તે પોતે પણ આ કૃષિ કાયદાની વિરુદ્ધ છે.
હરિયાણાના ચરખી દાદરીમાં એક કાર્યક્રમમાં પત્રકારો સાથે વાત કરતા મલિકે જણાવ્યું હતું કે ખેડૂતોનું આંદોલન માત્ર સ્થગિત કરવામાં આવ્યું છે અને જો અન્યાય થશે તો તે ફરીથી શરૂ થશે. અન્નદાતાઓ તેમના હકની લડાઈ જીતી ચૂક્યા છે અને ભવિષ્યમાં પણ જો કોઈ સરકાર ખેડૂતો વિરુદ્ધ પગલાં લેશે તો તે તેનો દિલથી વિરોધ કરશે.
મલિકે કહ્યું, ‘મારા માટે કોઈપણ પદ પહેલાં ખેડૂતોનું હિત સર્વોપરી છે.’ ખેડૂતોના અધિકારો પર ખતરો આવવા દેવામાં આવશે નહીં.
![]() |
![]() |
![]() |











