નવજીવન ન્યૂઝ. નવી દિલ્હી: Manish Sisodia’s arrest : સી.બી.આઈ. (CBI) દ્વારા દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાની (DyCM Manish Sisodia) લીકર પોલીસી (Liquor Policy) મામલે અટકાયત કરી છે. તેમને હવે સી.બી.આઈ. કોર્ટમાં (Court) રજૂ કરવામાં આવશે. ત્યારે મીડિયા રિપોર્ટ્સ દ્વારા માહિતી મળી રહી છે કે, સી.બી.આઈ. સ્પેશિયલ જજ એમ.કે. નાગપાલ સમક્ષ મનીષ સિસોદીયાની કસ્ટડીની માગણી કરશે. બીજી તરફ સિસોદીયા પણ પોતાની પત્નીનુ બીમારીનું કારણ ધરી જામીન માટે અપીલ કરી શકે છે.
વિવિધ રાજ્યોમાં વિરોધ બન્યો ઉગ્ર
મળતી વિગતો અનુસાર દિલ્હીના નાયમ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાને સી.બી.આઈ. આજરોજ રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર કરશે. તેમનો મેડિકલ ટેસ્ટ પણ કરાવી લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગતરોજ રવિવારે સી.બી.આઈ.એ તેમની 8 કલાકની પુછપરછ બાદ ધરપકડ કરી લેતા તેમને રાત સી.બી.આઈ.ની કચેરમાં વિતાવવી પડી હતી. માનવામાં આવે છે કે, લીકર પોલીસી કેસના કેટલાક પુરાવાનો નાશ અને તપાસમાં સહયોગ નહીં આપવાના આરોપ સબબ તેમની ધરપકડ કરવામાં આવી છે. સિસોદીયાની ધરપકડક થતા જ કેટલાક રાજ્યોમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા હતા. આમ આદમી પાર્ટી આક્ષેપ લગાવી રહી છે કે, કેન્દ્રની મોદી સરકાર તેમને ખોટી રીતે ફસાવવા સરકારી એજન્સીઓનો દૂર ઉપયોગ કરી રહી છે.
લીકર પોલીસીમાં ગોટાળાનો આરોપ (Liquor Policy Scam Allegation)
લીકર પોલીસી મામલે થયેલા આ કેસમાં સી.બી.આઈ.ના અધિકારીને ટાંકીને જણાવ્યું છે કે, જ્યારે લીકર પોલીસી મારફતે વેપારીઓને ફાયદો કરવામાં આવી રહ્યો હતો. ત્યારે નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ એક જ દિવસમાં ત્રણ-ત્રણ વખત ફોન બદલી કાઢ્યા હતા. મહત્વની વાત છે કે દિલ્હીના ઉપ રાજ્યપાલ વી. કે. સક્સેના દ્વારા આ મામલે સિસોદીયા વિરૂધ્ધ તપાસ કરવાની માગણી કરવામાં આવી હતી. જેમાં ભાજપે આરોપ લગાવ્યા હતા કે નવા ટેન્ડર બાદ દારૂના વેપારીઓના રૂપિયા 144 કરોડ ખોટી રીતે માફ કરી દેવામાં આવ્યા હતા. જેને લઈ સી.બી.આઈ. અને ઈ.ડી. દ્વારા મામલાની તપાસ હાથ ધરવામાં આવી હતી.
કોઈ પુરાવા વગર ધરપકડ
સિસોદીયાની ધરપકડ મામલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, “CBI પાસે મનીષ સિસોદીયા વિરૂધ્ધ કોઈ પુરાવા નથી માટે તેમની ધરપકડના વિરોધમાં ઘણા અધિકારીઓ હતા. પરંતુ સિસોદીયાની રાજકીય દબાણના કારણે ધરપકડ કરી લેવામાં આવી છે.”
રાઉતે કહ્યું- શું ભાજપમાં બધા સંતો છે?
આ મામલે મહારાષ્ટ્રથી શિવેસનાના નેતા સંજય રાઉતે (Sanjay Raut) પણ ગજગ્રાહ કરતા કહ્યું હતું કે, આ કાર્યવાહી દર્શાવે છે કે કેન્દ્ર સરકાર વિપક્ષનું મોં બંધ કરાવી દેવા માગે છે. પણ અમે સિસોદીયાજી સાથે છીએ. તેમણે આરોપ કરતા કહ્યું કે મહારાષ્ટ્ર હોય, ઝારખંડ હોય કે દિલ્હી હોય કેન્દ્ર સરકાર સી.બી.આઈ. અને ઈ.ડી.નો ઉપયોગ કરી વિપક્ષને જેલમાં ધકેલવાનું કામ કરી રહી છે. અથવા તો તેમને આત્મસમર્પણ માટે મજબૂર કરી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે,’સિસોદિયા હોય, નવાબ મલિક હોય, અનિલ દેશમુખ હોય કે પછી હું પણ. રાઉતે ભાજપ પર સવાલ ઉઠાવતા વધુમાં કહ્યું હતું કે શું ભાજપમાં બધા સંતો છે?’








