Saturday, April 20, 2024
HomeBusinessટૂંકાગાળાનો જાગતિક રૂ બજારનો આંતરપ્રવાહ તેજી સૂચક

ટૂંકાગાળાનો જાગતિક રૂ બજારનો આંતરપ્રવાહ તેજી સૂચક

- Advertisement -

કપડાં માત્રાલયનો રૂ પાક અંદાજ ૩૩૭.૨૩ લાખ ગાંસડી સીએઆઈનો ૩૨૧.૫ લાખ ગાંસડી

ગુજરાતની સ્પીનીંગ મિલો દ્વારા ખરીદી ધીમી પડી દેવાઈ હીવાથી પ્રમાણમાં ભાવ સ્થિરતા

- Advertisement -

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ. મુંબઈ): ગત સપ્તાહે ૩૦૦ સેન્ટનો ઉછાળો આવતા રૂ બજારમાં પુન:જીવંતતા આવી ગઈ. અલબત્ત, જૂના પાકનો શિકાગો મે વાયદો ૮૫ સેંટ પ્રતિ પાઉન્ડ (૪૫૪ ગ્રામ) અને નવા પાકનો ડિસેમ્બર વાયદો ૮૪.૧૯ સેંટ બોલાતો હોઇ બંને વાયદાનો સેટલમેન્ટ તફાવત હજી ૮૫ સેંટ કરતાં નીચો છે. શુક્રવારે પાકતા રોકડ વાયદામાં ૨૦૧થી ૨૭૪ સેન્ટની વધઘટ નોંધાઈ હતી આખરે માર્ચ વાયદો ૨૭૨ પોઇન્ટના સુધારા સાથે ૮૫.૧૩ સેંટ બંધ થયો હતો.

સર્વાંગી રીતે જોવા જઈએ તો ટૂંકાગાળાનો જાગતિક રૂ બજાર આંતરપ્રવાહ તેજી સૂચક રહેશે. અમેરિકન રૂ વાયદો ૮૩ અને ૮૪ સેંટ આસપાસ રહેશે. અમેરિકન કૃષિ મંત્રાલયનો સાપ્તાહિક અહેવાલ કહે છે કે ૨૦૨૨-૨૩ના પાકમાંથી વેચાણ ૪,૨૫,૩૦૦ ગાંસડી (૨૫૬ કિલો પ્રત્યેક). વિશ્વના સૌથી મોટા રૂ ઉત્પાદક, વપરાશકાર અને કપડાં નિકાસકાર ચીનમાં મે વાયદો ૧૯૦ સેંટ ઘટીને ટન દીઠ ૧૪,૨૮૫ યુઆન મુકાયો હતો.
ચીન અને ઓસ્ટ્રેલીયા વચ્ચે કેટલીક કોમોડિટીના વેપાર પરથી પ્રતિબંધ ઉઠાવી લેવાયા બાદ બિન-સત્તાવાર અહેવાલો મુજબ ઑસ્ટ્રેલિયામાંથી રૂ નિકાસ પ્રતિબંધ પણ ઉઠાવી લેવામાં આવશે, એવા અનુમાન પર ચીનના ગ્રાહકોએ ખરીદી શરૂ કરી દીધી છે. જો ઓસ્ટ્રેલિયન પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવશે તો, ચીન પોતાના દેશમાં વાજબી ભાવે વેચાણ કરી શકશે. જો કદાચ પ્રતિબંધ ઉઠાવવામાં નહીં આવે તો પણ ચીનની કંપનીઓ તેની પુન:નિકાસ કરી દેશે.

ભારતીય કપડાં માત્રાલયની કમિટી ઓન કોટન પ્રોડક્શન એન કંજમ્પશનનો રૂ પાક અંદાજ કહે કે વર્તમાન મોસમમાં પાક, ગત મોસમ કરતાં ૮ ટકા વધીને ૩૩૭.૨૩ લાખ ગાંસડી (પ્રત્યેક ૧૭૦ કિલો) આવશે. જો કે આ કમિટીએ ગત ઓકટોબરમાં મોસમ આરંભે આ અંદાજ ૩૪૧ લાખ ગાંસડી મૂક્યો હતો. મંત્રાલય કહે છે કે હાલમાં દૈનિક ૧.૮ લાખ ગાંસડીની આવકો થઈ રહી છે, જે વધવાની સંભાવના છે.

- Advertisement -

અલબત્ત, કોટન એસોસિયેશન ઓફ ઇન્ડિયાનો અહેવલ કહે છે કે નકારાત્મક હવામાનને લીધે ઉત્પાદકતા (યીલ્ડ) નબળી પડવાને લીધે, અગાઉના અનુમાન કરતાં રૂ પાક ૨.૭ ટકા ઘાટીને ૧ ઓકટોબરે શરૂ થયેલી વર્તમાન મોસમમાં ૩૨૧.૫ લાખ ગાંસડી આવશે. રૂ નિકાસ ગતવર્ષની ૪૩ લાખ ગાંસડીથી ઘટીને ૩૦ લાખ ગાંસડી સંભવિત છે. પરિણામે ભારતના નિકાસ પ્રતિસ્પર્ધી દેશો અમેરિકા, બ્રાઝિલ અને ઓસ્ટ્રેલીયા તેમના કાર્ગો પાકિસ્તાન અને ચીનમાં વધારી શકશે. આઘટના પણ જાગતિક રૂ ભાવને ઊંચે જવામાં મદદ કરશે.

સૂત્રો કહે છે કે ચીન સરકારની માલિકીની રૂ ખરીદી સંસ્થા અને ઓસ્ટ્રેલિયન સબ્સિડીયારી ચાઈના નેશનલ કોટન ગ્રુપ કોર્પોરેશન દ્વારા ઓસ્ટ્રેલિયન રૂની નિકાસ કરીને ક્વિંગડાઓ અને અન્ય બોન્ડેડ વેરાહાઉસમાં ટ્રાન્સફર કરી રહ્યા છે. એક અનામી ટ્રેડરે કહ્યું કે ઓસ્ટ્રેલિયન રૂની ચીનમાં નિકાસ શરૂ થઈ ગઇ છે, અને કેટલાંક નાના પર્સલો કસ્ટમસ દ્વારા મુક્ત પણ કરવામાં આવી રહ્યા છે.

ગુજરાતની સ્પીનીંગ મિલો દ્વારા ખરીદી ધીમી પડી દેવાઈ હીવાથી પ્રમાણમાં ભાવ સ્થિરતા સ્થપાઈ છે. ટ્રેડરો કહે છે કે આવકો ભરપૂર છે, જે મિલોની માંગને સંતોષી શકે છે. અત્યાર સુધીમાં ૧૪ લાખ ગાંસડી રૂની આવકો થઈ ગઈ છે, દૈનિક ૩૦થી ૩૫ હજાર ગાંસડીની આવકો રહે છે. ખાંડી (૩૫૬ કિલો) દીઠ ભાવ રૂ. ૬૨,૫૦૦ થી ૬૩,૦૦૦ બોલાય છે.

- Advertisement -

(અસ્વીકાર સુચના: commoditydna.com અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular