નવજીવન ન્યૂઝ. રાજકોટ: Rajkot News: રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત દારૂ અને જાહેરમાં દાદાગીરીના દૃષ્યો સામે આવતા રહ્યા છે. ત્યારે રાજકોટ શહેર પોલીસે (Rajkot City Police) ગંભીરતા પારખી રાજકોટ શહેરમાં સઘન કોમ્બિંગ અને ફૂટ પેટ્રોલિંગની (Combing and foot patrolling in Rajkot city) શરૂઆત કરી છે. જેમાં ગતરોજ રવિવારે 100 કરતા વધારે પોલીસ અધિકારી અને કર્મચારીઓ આ મામલે કાર્યવાહી કરવા મેદાને ઉતર્યા હતા. દારૂ (Liquor)અને દાદાઓનો (Anti Social Elements) સપાટો બોલાવવા ઉતરેલી પોલીસની ટીમે શહેરના વિવિધ સ્થળોમાં બ્રેથએનેલાઈઝર ટેસ્ટ (Breathalyzer Test), વાહન ચેકિંગ (Vehicle Checking) અને દુકાનદારો સાથે વાતચીત કરી હતી. આ કાર્યવાહીમાં પોલીસને હાથ કેટલાય દારૂ પીધેલા હાથ લાગતા તેમના વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.

રાજકોટ શહેરમાં ગતરોજ રવિવારે અચાનક જ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના ધાડા ઉતર્યા હતા. વિવિધ સ્થળે વાહન ચેકિંગ, ફૂટ પેટ્રોલિંગ અને દારૂડીયાઓને પકડવા બ્રેથએનેલાઈઝર ટેસ્ટ કરવામાં આવી રહ્યા હતા. દૃશ્ય જોઈ જાણે શહેરમાં કોઈ મોટી ઘટના બની હોય તેવો અણસાર આવતો હતો. પરંતુ આ તમામ કાર્યવાહી પોલીસે રાજકોટમાં બેફામ બનેલા અસામાજિક તત્વો અને દારૂડીયાઓને નાથવા માટે કરી હોવાની માહિતી મળતા લોકોને હાશકારો થયો હતો. આ કાર્યવાહીમાં ટ્રાફિક પોલીસને પણ જોડવામાં આવી હતી અને 45 જેટલા વાહન ડીટેઈન કરવામાં આવ્યા જ્યારે 1 મોટર વ્હિકલની કલમ હેઠલ કેસ પણ નોંધવામાં આવ્યો અને 80,700 નો દંડ પણ વસૂલવામાં આવ્યો હતો. સાથે જ 179 વ્યક્તિને બ્રેથ એનેલાઈઝર ટેસ્ટમાં તપાસી 65 દારૂ પિધેલા આરોપીઓને ઝડપી લેવાયા હતા જ્યારે એક આરોપી વિરૂધ્ધ ગુજરાત પોલીસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી.

આ સઘન કામગીરમાં રાજકોટ શહેર પોલીસ સાયબર ક્રાઈમના એ.સી.પી. વિશાલ એમ. રબારી, PI એમ. જે. હુણ, PI એન. જી. વાઘેલા, PI કે. જે. મકવાણા, PSI એન. ડી. ડામોર, PSI ડી. સી. સાકરીયા, PSI આર. જે. કામળીયા અને PSI જે. કે. જાડેજા પોતાની ટીમ સાથે જોડાયા હતા. પોલીસે બેફામ બનેલા અસામાજિક તત્વોને નાથવા અને પોલીસનો ખૌફ કાયમ કરવા આ કાર્યવાહી કરી હોવાનું જાણવા મળે છે.


ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં તાજેતરમાં જ હથિયાર અને દારૂની બોટલ સાથેના લગ્નનો વીડિયો વાયરલ થયો હતો, તે પહેલા પણ અનેક વિવાદિત વીડિયો સામે આવી ચૂક્યા છે. જેમાં લગભગ દરેક વખતે પોલીસે આરોપીને ઝડપી કાર્યવાહી કરી હતી. પરંતુ છતાં પણ જાહેરમાં દાદાગીરી, મારામારી અને કનડગતના વીડિયો સામે આવતા રહેતા હવે પોલીસે કડક હાથે કામગીરી કરવાનું શરૂ કર્યું છે.




સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








