નવજીવન અરવલ્લીઃ અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના અને હાલ ગાંધીનગરમાં રહેતા અને ગરીબો, શોષીતો, વંચિતો અને સરકારી કર્મચારીઓ માટે સરકાર સામે હક્કની લડાઈ લડતા દલિત સમાજના અગ્રણી બાસના સંયોજક હસમુખ સક્સેના સામે પાસાની કાર્યવાહી કરાતા સમાજના આગેવાનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે રાજ્ય સરકાર અને પોલીસતંત્ર ખોટી રીતે હેરાન કરી પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના લીઘે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

અરવલ્લી જીલ્લાના એસસી, એસટી, ઓબીસી સમાજના અગ્રણી યુવાનો અને આગેવાનોએ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી પાસા હેઠળ થઇ રહેલી કાર્યવાહી અટકાવવામાં આવેની માંગ કરી હતી. આગેવાનોનું કહેવુ છે કે, ગુજરાતમાં એસસી, એસટી અને ઓબીસી સમાજની મહિલાઓ અને દરેક સમાજના પીડિતો માટે હક્કની લડાઈ લડતા અને ૧-૦૮-૨૦૧૮ ના ગેરબંધારણીય પરિપત્ર કે પછી સરકારી કર્મચારીઓના વેતન માટે સતત સરકાર સામે સંવિધાનિક રીતે આંદોલન કરી અને લોકો પર થયેલા ખોટા કેસ સામે સરકારને લડત આપતા અનુસૂચિત જાતિ સમાજના અગ્રણી અને બંધારણીય અધિકાર આંદોલન સમિતિના સંયોજક હસમુખ સક્સેના સામે રાજ્ય સરકાર અને પોલીસતંત્ર હેરાનગતિ કરતુ હોવાની સાથે તેમનો અવાજ દબાવવા અને પરિવારજનોને હેરાન કરવા પાસા હેઠળ કાર્યવાહી કરવા પોલીસતંત્ર કરવામાં આવેલી પાસાને હાઇકોર્ટએ મંજૂરી આપતા લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.
અરવલ્લી જીલ્લા અનુસૂચિત જાતિ સમાજના અને એસટી ઓબીસી સમાજના લોકોએ જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપી પાસા હેઠળ કાર્યવાહી બંધ કરવામાં આવેની માંગ કરી હતી.
![]() |
![]() |
![]() |











