Tuesday, June 23, 2026
HomeGeneralબાતમી એવી મળી કે DySP ભરત બસિયા અને બે મહિલા અધિકારી સહિતની...

બાતમી એવી મળી કે DySP ભરત બસિયા અને બે મહિલા અધિકારી સહિતની ટીમ સાથે મોડાસાનો ખાડિયા વિસ્તાર બે કલાક સુધી ધમરોળ્યો

- Advertisement -

નવજીવન. અરવલ્લીઃ અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતે યુવાધનને નશાની લત લગાડી ખોખલા બનાવી દેવાનું ભાવિ પેઢીને નશાની ગર્તમાં ધકેલી દેવાનું નેટવર્ક ચલાવતા પેડલરો સામે લાલ આંખ કરી જીલ્લા પોલીસતંત્રને કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. જીલ્લા નાયબ પોલીસ અધિક્ષક ભરત બસિયા અને ટાઉન પીઆઇ નીતિમિકા ગોહિલ અને પીએસઆઈ સુખીબેન માળીએ મોડાસા શહેરના ઘાંચીવાડા વિસ્તારમાં ગાંજાનો વેપલો થતો હોવાની બાતમી મળતા પોલીસ કાફલા સાથે પહોંચી સમગ્ર વિસ્તારમાં ગાંજાના વેપલાને ઝડપી પાડવા બે કલાક સુધી ઓપરેશન હાથધરી આખરે એક બંધ મકાનમાંથી ૧.૨૦૦ કિ.ગ્રાનો જથ્થો ઝડપી લીધો હતો. ગાંજાનો વેપાર કરતો પેડલર સલીમ ગુલુભાઈ મોડાસીયા પોલીસ રેડ જોઈ ફરાર થઇ જતા ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

- Advertisement -



મોડાસા શહેરમાં માદક દ્રવ્યોનો વેપલો થઇ રહ્યો છે રવિવારે રાત્રે ડીવાયએસપી ભરત બસિયાને કસ્બા સહીતના વિસ્તારમાં એક શખ્સ ગાંજો વેચતો હોવાની બાતમી મળતા ટાઉન પોલીસ સાથે ઘાંચીવાડા સહીત સમગ્ર વિસ્તારમાં પોલીસ કાફલા સાથે ઠેર ઠેર તપાસ હાથધરી હતી. બાતમી સચોટ હોવાથી પોલીસે આખરે બે કલાકથી વધુના સમય પછી સલીમ ગુલુભાઈ મોડાસીયાના બંધ મકાનમાંથી ૧.૨૦૦ કિલોગ્રામ રૂ.૧૨ હજારથી વધુનો ગાંજો ઝડપી લીધો હતો. પોલીસ રેડ કરતા પહેલા ગાંજાનો કાળો કારોબાર ચલાવનાર પેડલર સલીમ મોડાસીયા નાસી છૂટ્યો હતો. પોલીસતંત્રની સઘન કાર્યવાહીના પગલે સમગ્ર વિસ્તારમાં નશાનો કારોબાર ચલાવતા અસામાજીક તત્ત્વો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.

- Advertisement -

મોડાસા ટાઉન પોલીસ પીએસઆઈ એસ.ડી.માળીની ફરિયાદના આધારે સલીમ ગુલુભાઈ મોડાસીયા (રહે,ખાડિયા) વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.





- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular