Friday, May 1, 2026
HomeGeneralઅરવલ્લી: 15 થી 18 વર્ષના 64 હજાર વિદ્યાર્થીઓને કોરોના રસી આપવાનો ધમધમાટ,...

અરવલ્લી: 15 થી 18 વર્ષના 64 હજાર વિદ્યાર્થીઓને કોરોના રસી આપવાનો ધમધમાટ, 600 જેટલા આરોગ્ય કર્મીઓ ખડેપગે

- Advertisement -

જય અમીન (નવજીવન.અરવલ્લી): અરવલ્લી જિલ્લાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં અભ્યાસ કરતા બાળકોને કોરોના સામે આરોગ્યનું સુરક્ષા કવચ પૂરું પાડવા માટે રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જીલ્લાના ૬૪ હજારથી વધુ વિદ્યાર્થીઓને ૬૦૦ જેટલા આરોગ્ય કર્મીઓ દ્વારા શૈક્ષણિક સંકુલોમાં રસીકરણનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કોરોનાની રસીને લઈને વિદ્યાર્થીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓના વાલીઓ પાસે ફરજીયાત પણ સંમતિ પત્રક આપવું ફરજીયાત છે. વિદ્યાર્થીઓ માટે શાળાઓમાં રજીસ્ટ્રેશન રૂમ, વેક્સિનેશન રૂમ અને ઓબ્જર્વેશન રૂમ ઉભા કરવામાં આવ્યા છે.

- Advertisement -



રાજ્યમાં કોરોના રસીકરણમાં યુવાનો અને વૃદ્ધ લોકોને આવરી લીધા બાદ હવે બાળકોને કોરોનાની વેકસીનના આવરી લેવાનો સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. જેને લઈ અરવલ્લી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં ધો. ૯થી ૧૨માં અભ્યાસ કરતા ૬૪ હજારથી વધુ વિદ્યાર્થીઓ માટે સોમવારથી કોરોના રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં આરોગ્ય વિભાગની વિવિધ ટીમમાં ૬૦૦ થી વધુ આરોગ્ય કર્મીઓ દ્વારા વિદ્યાર્થીઓને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. જીલ્લા આરોગ્ય તંત્ર એક સપ્તાહમાં શાળામા અભ્યાસ કરતા બાળકોને કોરોના સામે આરોગ્યનું સુરક્ષા કવચ પૂરું પાડશે.



- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

- Advertisement -

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular