જય અમીન (નવજીવન. અરવલ્લી): અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના ખોબા જેવડા ખંભીસર ગામના સૌથી વધુ શિક્ષકો રાજ્યની પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવી રહ્યા છે. ખેતીના વ્યવસાય સાથે શૈક્ષણિક ક્ષેત્રે અગ્રેસર છે. હાલ રાજ્ય સરકાર દ્વારા પીએસઆઈ અને કોન્સ્ટેબલની ભરતી માટે હાલમાં શારીરિક કસોટી ચાલી રહી છે ત્યારે મોડાસાના ખંભીસર ગામમાંથી ૨૫થી વધુ યુવક-યુવતીઓએ લોકરક્ષક દળની શારીરિક કસોટી સફળતા પૂર્વક પાસ કરી છે, જેમાં પરિવારના પશુપાલનના ધંધામાં પરિવાર સાથે ખભે ખભા મીલાવી તનતોડ મહેનત કરનાર ૧૦થી વધુ દીકરીઓનો પણ સમાવેશ થાય છે. ફક્ત ઘર જ નહીં પણ દેશ પણ સંભાળી શકવાની ક્ષમતા ધરાવતી દીકરીઓએ ઘણીવાર પોતાની જાતને સાબિત કરી બતાવી છે ત્યારે આ એક વધુ ઉદાહરણ તેમાં જોડાયું છે.
મોડાસા તાલુકાના ખંભીસર ગામમાં પશુપાલન અને ખેતી ના વ્યવસાય સાથે જોડાયલા પરીવારના દીકરા-દીકરીઓએ પીએસઆઈ બનવાનું સ્વપ્ન પુર્ણ કરવા માટે તનતોડ મહેનત કરી શારીરીક કસોટીમાં ઉત્કૃષ્ઠ દેખાવ કર્યો હતો, જેના ભાગરુપે ગામમાંથી ૨૫થી વધુ ઉમેદવારોએ શારીરિક કસોટી પાસ કરી છે અને હાલ અભ્યાસ,ઘરકામની સાથે લોકરકક્ષક દળની લેખિત પરીક્ષા પાસ કરવા માટેની તૈયારીમાં લાગી ગયા છે શારીરિક કસોટી પાસ કરનાર યુવક-યુવતીઓમાં સરકારી નોકરી મેળવવા માટે ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે.

કહેવાય છે કે અડગ મન ના મુસાફરને હિમાલય પણ નડતો નથી તે ઉક્તિને સાર્થક કરી હોય તેમ ખંભીસરના દીકરા- દીકરીઓએ છેલ્લા ત્રણેક મહિનાથી કડકડતી ઠંડીમાં પરસેવો વહાવ્યો હતો અને સતત ત્રણેક મહિનાની પ્રેક્ટિસના કારણે પગે ઉઝરડા થઈ ગયા હોવા છતાં પણ મકકમ મનોબળ રાખી પરીક્ષા પાસ કરી હતી. શારીરિક કસોટીની ટ્રેનિંગ માટે ગામના વ્યાયામ પ્રવાસી શિક્ષક તરીકે ફરજ બજાવી ચુકેલા કેતન પટેલ દ્વારા વહેલી સવારથી દીકરા દીકરીઓએ તનતોડ ટ્રેનિંગ આપવામાં આવતી હતી.પચ્ચસીથી વધુ ઉમેદવારોમાં દસથી વધુ દિકરીઓએ પણ ઘર અને અભ્યાસની સંપૂર્ણ જવાબદારી હોવા છતાં સવારે તબેલાનું કામકાજ પૂર્ણ કરી વહેલી સવારના પાંચ વાગે મેદાનમાં હાજર થઈ પોતાનું શારીરિક કસોટી પૂર્ણ કરવાનું લક્ષ સિદ્ધ કર્યું હતું.
ગામના યુવાનોએ મેદાન અને વાંચવા માટે વ્યવસ્થા કરવામાં આવી
પોલીસ ભરતીમાં ગામમાંથી મોટી સંખ્યામાં યુવક યુવતીઓ પાસ થાય તે માટે ખંભીસર ગામના યુવાનો દ્વારા શ્રી ગંગાનાથ મહંત વિદ્યાલયમાં પોલીસ ગ્રાઉન્ડ બનાવામાં આવ્યું હતું તેમજ શારીરિક પરીક્ષા પાસ કરનાર માટે ગામમાં જ વાંચવા માટેની અલગ વ્યવસ્થા યુવાનો દ્વારા ઉભી કરવામાં આવી હતી જેમાં સ્પર્ધાત્મક પરીક્ષાના અનુભવી યુવાનો દ્વારા વિવિધ વિષયોની તૈયારીઓ કરાવવામાં આવી રહી છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.












