Monday, January 20, 2025
HomeGujaratRajkotરાજકોટમાં વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મોત, ક્યારે અટકશે મૃત્યુનો સિલસિલો?

રાજકોટમાં વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી મોત, ક્યારે અટકશે મૃત્યુનો સિલસિલો?

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: ગુજરાતમાં નાની ઉંમરે હાર્ટ એટેકના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. દિવસને દિવસે આધેડ અને યુવાન વ્યક્તિઓ હાર્ટ એટેકથી મોતને ભેટી રહ્યા છે, ત્યારે રાજકોટમાં (Rajkot) વધુ એક યુવાનનું હાર્ટ એટેકથી (Heart Attack)મૃત્યુ થયું હોવાના સમાચાર મળી રહ્યા છે. યુવાન રાજકોટની VVP કોલેજમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો. આજે સવારે અચાનક તેની છાતીમાં દુખવા લગતા તે બેભાન થઈ ઢળી પડ્યો હતો. તેના સહપાઠી તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને યુવકને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ (Rajkot Civil Hospital) મોકલ્યો હતો. પરંતુ ટૂંકી સારવાર દરમિયાન યુવકનું મૃત્યુ નિપજ્યું હતું. ઘટનાની જાણ પરિવારને કરવામાં આવતા તાપીમાં રહેતો પરિવાર પણ રાજકોટ ખાતે દોડી આવ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ, મૂળ તાપી જિલ્લાનો 28 વર્ષીય યુવાન કલ્પેશ પ્રજાપતિ એન્જિનિયરિંગના ભણતર માટે રાજકોટ આવ્યો હતો. તે રાજકોટની VVP એન્જિનિયરિંગ કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. ત્યારે આજે PG પર સવારે તેને છાતીમાં અચાનક દુખાવો ઉઠ્યો હતો. તે બેભાન થઈ ઢળી પડ્યો હતો. કલ્પેશ પડી જતા તેના સહપાઠીઓ પણ મદદે દોડી આવ્યા હતા અને કલ્પેશને તાત્કાલિક એમ્બ્યુલેન્સ મારફતે સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન યુવાનનું મૃત્યુ થયું હતું.

- Advertisement -

કલ્પેશનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હોવાની જાણ તાપીમાં રહેતા પરિવારને કરવામાં આવતા પરિવારજનો પણ રાજકોટ દોડી આવ્યા હતા. જુવાનજોધ દીકરાના આકસ્મિક મૃત્યુથી પરિવાર શોકમાં ગરકાવ થયો છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular