નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Thug Kiran Patel News : મહાઠગ કિરણ પટેલનો કાશ્મીરમાં નકલી PMO અધિકારી (Fake PMO Officer) તરીકેનો ભાંડો ફૂટયા બાદ તેની સામે એક બાદ એક ફરિયાદ થઈ રહી છે. અમદાવાદમાં કિરણ પટેલ સામે ત્રણ ફરિયાદ નોંધાઈ હતી, જેના અનુસંધાનમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચે (Ahmedabad Crime Branch) કિરણ પટેલની કસ્ટડી મેળવીને પૂછપરછ કરી હતી. કિરણ પટેલના રિમાન્ડ પૂર્ણ થયા બાદ અમદાવાદ પોલીસે તેની કસ્ટડી ફરીથી કશ્મીર પોલીસને સોંપી દીધી છે, ત્યારે હવે કિરણ પટેલ અને તેની પત્ની માલિની પટેલ (Malini Patel) સામે મોરબીના વેપારીએ અમદાવાદમાં (Ahmedabad) વધુ એક છેતરપિંડીની (Cheating) ફરિયાદ નોંધાવવામાં આવી છે.
અમદાવાદના સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં મોરબીના (Morbi) એક વેપારીએ કિરણ પટેલ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, વેપારીને પોતે ક્લાસ 1 અધિકારી છે તેમ કહીને મળવા માટે બોલાવ્યા હતા. ત્યાર બાદ વેપારીને વિશ્વાસમાં લઈને કિરણ પટેલે જણાવ્યું હતું કે, 41 લાખમાં હું તમને GPCBનું લાયસન્સ આપવી દઇશ. વિશ્વાસમાં આવીને વેપારીએ કિરણ પટેલને 41 લાખ રૂપિયા આપી દીધા હત. લાંબા સમય સુધી લાયસન્સ ન મળતા વેપારીએ GPCBની ઓફિસ જઈને તપાસ કરતાં આવો કોઈ અધિકારી GPCBમાં ન હોવાનું જાણવા મળ્યું હતું.
આ વાતની જાણ થતાં વેપારીએ કિરણ પટેલ પાસે પૈસા પરત કરવાની માગણી કરી હતી. કિરણ પટેલે ગોળ ગોળ વાત ફેરવીને 11.75 લાખ રૂપિયા પરત કર્યા હતા અને બાકીના 30 લાખ જેટલા રૂપિયા આપવાના બાકી હતા. જે પરત ન આપતા હવે મોરબીના આ વેપારીએ અમદાવાદનાં સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, એક દિવસ અગાઉ અમદાવાદ સેન્શનકોર્ટે માલિની પટેલના નિયમિત જામીન મંજૂર કર્યા હતા. જેમાં ગુજરાત ન છોડવા અને તપાસમાં સહકાર આપવા જણાવવામાં આવ્યું હતું. હવે વધુ એક ફરિયાદી માલિની પટેલ સામે છેંતરપિંડીની નોંધતા આ ઠગ દંપતીની મુશ્કેલી વધી શકે છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796