Tuesday, August 11, 2026
HomeGeneral'ભાજપ મલ્લિકાર્જુન ખડગે અને તેમના પરિવારની હત્યાનું કાવતરું કરી રહ્યું છે': કોંગ્રેસનો...

‘ભાજપ મલ્લિકાર્જુન ખડગે અને તેમના પરિવારની હત્યાનું કાવતરું કરી રહ્યું છે’: કોંગ્રેસનો આરોપ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. કર્ણાટક: Karnataka Election 2023: કર્ણાટકમાં હવે ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ભાજપ, કોંગ્રેસ અને જેડીએસ દ્વારા અવાર-નવાર એકબીજાના પક્ષના નેતાઓ ઉપર ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે. સ્વાભાવિક રીતે ચૂંટણી જેટલી નજીક આવશે તેમ આ ટિપ્પણીઓમાં પણ વધારો જોવા મળશે. પરંતુ આ દરમિયાન કોંગ્રેસ દ્વારા ભાજપ (BJP) ઉપર અત્યંત ગંભીર આરોપ (Congress Allegation) લગાવવામાં આવી રહ્યા છે. કોંગ્રેસનાં પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ (Randeep Surjewala)એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ‘મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge)અને તેમના પરિવારની હત્યા કરવાનું કાવતરું ભાજપ કરી રહ્યું છે.’

કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ આરોપ લગાવતા જણાવ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈના પ્રિય અને ચિત્તપુરથી ભાજપના ઉમેદવાર મણિકાંત રાઠોડનો એક ઓડિયો વરલલ થયો છે, જેમાંથી ભાજપનું આ કાવતરું સામે આવ્યું છે.”

- Advertisement -

સુરજેવાલાએ પ્રેસ કોન્ફરન્સમાં એક ઓડિયો ક્લિપ પણ ચલાવી હતી અને દાવો કર્યો હતો કે ચિત્તપુરના ભાજપના ધારાસભ્ય મણિકાંત રાઠોડે ખડગે માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો અને ખડગે અને તેમના પરિવારને મારવાની વાત પણ કરી હતી. કોંગ્રેસ પ્રવક્તાએ કહ્યું હતું કે, “મને ખબર છે કે વડાપ્રધાન આ અંગે પણ મૌન રહેશે. કર્ણાટક પોલીસ અને ચૂંટણી પંચ પણ આ અંગે મૌન રહેશે. પરંતુ કર્ણાટકના લોકો ચૂપ નહીં રહે અને ચૂંટણીમાં જડબાતોડ જવાબ આપશે.”

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular