નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad News: અમદાવાદમાં અકસ્માત ઝોન તરીકે કુખ્યાત માનવામં આવતા એસ. જી. હાઈવે પર જાણે કે પનોતી બેઠી હોય તેવી રીતે અવાર-નવાર અકસ્માતની ઘટના બની રહી છે. જેના કારણે બેફામ ગતિએ વાહન ચલાવતા નબીરાઓના કારણે નિર્દોષ લોકો પણ મોતના મુખ ધકેલાતા હોય છે. ત્યારે આજે સવારે વધુ એક અકસ્માતની (Road Accident) ઘટના ઈસ્કોન બ્રિજ (Iskcon Bridge) પરથી સામે આવી છે. જ્યાં અજાણ્યા વાહનની અડફેટે આવતા એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. તે વચ્ચે પોલીસ ફરી એકવાર ઉઘંતી ઝડપાઈ છે. ઘટનાને પગલે પોલીસ દ્વારા અજાણ્યા વાહનચાલક સામે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી આરોપીને પકડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પરંતુ અકસ્માત સમયે ઇસ્કોન બ્રિજ પર CCTV બંધ હોવાથી પોલીસે હવે અંધારા તીર મારતી હોય તેવી સ્થિતિ ઉદભવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આજેરોજ વહેલી સવારે અમદાવાદના એસ. જી. હાઈવે પર આવેલા ઈસ્કોન બ્રિજ પાસેથી એક આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બાબતને લઈ લોકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા સેટેલાઈટ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મતૃદેહ કબ્જે લીધો હતો. જેમાં પોલીસની પ્રથામિક તપાસ મુજબ કોઈ અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતા આધેડનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યુ છે. પોલીસે આધેડના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સોલા સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો. હાલ મળતી માહિતી મુજબ મૃતક ભિક્ષુક હોવાનું સામે આવ્યું છે. તેમજ પોલીસ દ્વારા આધેડના પરિવારની ઓળખ કરવામાં આવી રહી છે.
આ મામલે સેટેલાઈટ પોલીસે અજાણ્યા વાહનચાલક સામે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધી તેની શોધખોળ હાથધરી છે. પરંતુ ચોંકાવનારી માહિતી એ સામે આવી છે કે, હાઈવે પર લાગેલા CCTV કેમેરા બંધ હાલતમાં છે. જેને લઈ પોલીસનું કામ લોઢા ચણા ચાવવા સમાન બન્યું છે. થોડા દિવસ પહેલા ઇસ્કોન બ્રિજ પરથી ગમખ્વાર અકસ્માત ઘટના સામે આવી ચૂકી છે. જ્યાં 9 લોકો પોતાના જીવ ગુમાવ્યા છે. છતાં તંત્ર બોધપાઠ નથી લઈ રહ્યું જેને લઈ વધુ એક મોટા અકસ્માતની તંત્ર રાહ જોઈ રહ્યું છે, તેવુ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








