નવજીવન ન્યૂઝ. અંકેલેશ્વર: ગુજરાતમાં દિવસેને દિવસે હત્યાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. નાની-નાની બાબતમાં કોઇની હત્યા થઈ જાય છે, ત્યારે ભરૂચના (Bharuch) અંકલેશ્વરમાંથી (Ankleshwar) આવી જ એક હત્યાની ઘટના સામે આવી છે. એક હોટલમાં પનીરનું શાક ન આપવા બાબતે ગ્રાહક અને કર્મચારી વચ્ચે માથાકૂટ થતાં કર્મચારીને હોટલના રસોડામાં રહેલી છરી વડે ગ્રાહકની હત્યા કરી દીધી હતી. ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર બી-ડિવિઝન પોલીસની (ankleshwar b division police station) ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી લીધી છે.
પ્રાથમિક વિગતો અનુસાર, મૃતક અરૂણ વસાવાએ પોતાના દીકરાને ઘરની સામે આવેલી સાઈરામ હોટલમાં પૈસા આપીને પનીરનું શાક લેવા મોકલ્યો હતો, પરંતુ કોઈ કારણોસર હોટલના કર્મચારીએ શાક આપવાની ના પડી હતી. જેના કારણે મૃતક પોતાના દીકરાને લઈને હોટલમાં આવ્યો અને કર્મચારી સાથે પનીરનું શાક ન આપવા બાબતે બબાલ કરી હતી. જેથી હોટલનો કર્મચારી ઉશ્કેરાઈ ગયો હતો અને મૃતકને છરીના ઘા મારીને હત્યા કરી દીધી હતી. છરીના ઘા વાગવાથી અરૂણ વસાવા લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડતાં આસપાસથી પસાર થતાં લોકો દોડી આવ્યા હતા અને એમ્બુલન્સ બોલાવી હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી.
અરૂણ વસાવાને એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મૃત્યુ થયું હતું. આ ઘટના અંગે અંકલેશ્વર બી-ડિવિઝન પોલીસ દ્વારા ઘટનાસ્થળે હોટલના CCTV ચેક કર્યા બાદ હોટલના કર્મચારી સામે ગુનો નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી હતી અને ગણતરીના કલાકોમાં જ આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








