તોફિક ધાંચી (નવજીવન ન્યૂઝ. કડી): વર્તમાન સમયમાં સામાન્ય લોકોને પોતાનું ઘર લેવુ એક સપના સમાન હોય છે. નાના માણસો ઘર ખરીદવા માટે બેંકો પાસેથી લોન મેળવી જેમતેમ કરી હપ્તા ભરી પોતાના સપનાનું ઘર વસાવતા હોય છે. તેમ છતાં સોસાયટી, ફ્લેટ કે શોંપીગ બનાવનારા બિલ્ડરો ધણી વાર ફક્ત પોતાનો લાભ મેળવવા માટે ગ્રાહકોને અંધારામા રાખી કોંભાડ કે છેતરપીંડી (Fraud) આચરતા હોય છે. જો આપ પણ હવે ધર અથવા દુકાન ખરીદતા હોવ તો બિલ્ડર અથવા કમીશન એજન્ટ પર કોઇ પણ પ્રકારનો ભરોસો રાખ્યા વગર બઘાજ દસ્તાવેજ તપાસ્યા પછી મકાન ખરીદજો, નહીં તો રોવાનો વારો પણ આવા શકે છે.
આવીજ એક ઘટના મહેસાણા (Mehsana) જીલ્લાના કડીમાં (Kadi) સામે આવી છે. જેમાં બિલ્ડર દ્વારા ગ્રાહકોને અંધારામાં રાખી બેંક પાસેથી ચાર કરોડ રૂપિયાથી વધુની લોન મોળવી છેતરપીડી (Builder Scam) આચરી હતી. જેના કારણે કલેક્ટરના હુકમથી ફ્લેટ સીલ કરી દીધા બાદ ફલેટના માલિકો રોડ પર આવી ગયા હતા. ત્યાર બાદ કેટલાક ફ્લેટ ધારકોએ બિલ્ડરો વિરુદ્ધ ફરીયાદ દાખલ કરવા લાબી લડાઇ લડી હતી, ગતરોજ આ લડાઈનો અંત આવ્યો છે અને કડી પોલીસ સ્ટેશન (Kadi Police Station) ખાતે છેતરપીડીનો ગુનો દાખલ થતા બિલ્ડરોમાં ખળભળાટ મચી ગયો છે.
પ્રાપ્ત માહીતી અનુસાર, વર્ષ 2013માં કડીનાં ઝાપલીવાસ જે મોટા તળાવ પાસે આવેલુ છે, ત્યાં શનસાઇન નામથી 20 ફ્લેટ અને 5 દૂકાનનું બાધકામ કરવામાં આવ્યુ હતું. ત્યાર બાદ બિલ્ડર દ્વારા થોડા ઘણા ફ્લેટનું વેચાણ કરી દેવામાં આવ્યું હતું. તેના બાદ બિલ્ડરોએ અમદાવાદ ખાતે આવેલી દેના બેંન્ક (બેંક ઓફ બરોડા) માંથી 4 કરોડ 45 લાખ રૂપીયાની જે તે સમયના કર્મચારી સાથે સાંઠગાઠ કરી મસમોટી લોન લઇ ગ્રાહકો સાથે વિશ્વાસધાત કરી છેતરપીંડી કરીને કોંભાડ કર્યું હતું. આ લોન લીધા બાદ પણ બિલ્ડર અને તેને કમીશન એજન્ટોએ 12 ધર અને દુકાન ખરીદનાર લોકોને લોનની વાત છુપાવી ફ્લેટ તેમજ દુકાનોનું વેચાણ ચાલુ રાખ્યું હતું.
બિલ્ડર દ્વારા આટલી મોટી લોન લીધા પછી બેંકને રકમ ભરપાઇ ન કરતાં વર્ષ 2023ની શરૂવાતમાં બિલ્ડીંગ સીલ કરી દેવામાં આવી હતી. જેના કારણે ફ્લેટના માલિકો રોડ પર આવી ગયા હતા. આમાંથી કેટલાક ગ્રાહકોએ ધર લીધા બાદ અન્ય બેંકની લોન લીધી હતી, જેના હપ્તા પરીવાર હજુ પણ ભરી રહ્યા છે. જેમાં કેટલાક પરિવારોની આર્થિક સ્થિતી ખૂબજ કફોડી હોવાથી બિજી જગ્યા પર ભાડે મકાન લઇ શકે તેવી સ્થિતી પણ નથી. ત્યાર બાદ રહેવાસીઓ ન્યાય માટે કડી પોલીસ સ્ટેશન ખાતે વાંરવાર ધક્કા ખાઇ રહ્યા હતા અને ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરતા ગઇકાલે પોલીસ સ્ટેશને બિલ્ડર જંહાગીર સોંલકી અને આશિફ કુરેશી વિરુદ્ધ છેતરપીંડીનો ગુનો દાખલ કરી તપાસનો ઘમધમાટ ચાલુ કરી દેવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, તપાસ દરમિયાન કેટલાંક પ્રશ્નો ઊભા થાય છે, જેમ કે બેંક મેનેજર કે લોન પાસ કરનારી કમીટી આરોપી બનશે કે નહીં? મામલતદાર કચેરીમાં લોન લીધા બાદ પણ દસ્તાવેજ થયા તો શું ભારણ પડેલું ન હતું ? સૌથી મહત્વની વાત ફ્લેટ કે દુકાનોને બિલ્ડર પાસેથી કમીશન લઇ ગ્રાહકો અંધારામા રાખી એજન્ટોએ પોતોના આર્થીક લાભ લીધો હોય તેની પોલીસ તપાસ કરી આરોપી બનાવશે કે નહીં ?
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796