નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad Crime News: કેટલીક વખત યુવતીઓ પ્રેમમાં ગળાડૂબ બની માતા-પિતાને જાણ કર્યા વગર લગ્ન કરી લેતી હોય છે. ત્યાર બાદ તેમને પાસ્તાવવાનો વારો આવતો હોય છે. આવો જ કિસ્સો ચાંદખેડાની (Chandkheda) મહિલા સાથે બન્યો છે. જેમાં યુવતીએ પ્રેમ લગ્ન કર્યા બાદ પતિ અને સાસરિયા પૈસા-દહેજને (dowry) લઈ પૂત્રવૂધને ત્રાસ આપવાનો શરૂ કર્યો હતો. પરિણીતા ગર્ભવતી હોવા છતાં સાસરિયા પક્ષે અવાર-નવાર શારિરીક અને માનસિક ત્રાસ આપી ઘરેથી કાઢી મૂકતા પરિણીતાએ તેના પતિ સહિત 3 લોકો સામે ચાંદખેડા પોલીસ સ્ટેશન (Chandkheda Police Station) ખાતે દહેજ અને શારિરીક-માનસિક ત્રાસ આપવા અંગેની ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ફરિયાદી કોમલબેને આપેલી ફરિયાદ મુજબ એક વર્ષ પહેલા તેઓ તેમના સ્કુલ મિત્ર દિપેશ જોષી સાથે ઈન્સ્ટાગ્રામના માધ્યમથી સંપર્કમાં આવ્યા હતા. ત્યારબાદ ઇન્સ્ટાગ્રામથી વાતચીત કરતા બંને વચ્ચે ગાઢ મિત્રતા થઈ હતી અને મિત્રતા પ્રેમમાં ફેરવાઈ હતી. આજ થી બે વર્ષ અગાઉ ફરિયાદીએ દીપેશ જોશી સાથે કોર્ટમાં લગ્ન કર્યા હતા. દિપેશ જોષી તેના પિતાના ઘરે રહેતો હતો. જોકે લગ્ન કર્યા પછી પણ ઘણા સમયે બંનેએ તેમના ઘરે જાણ કરી ન હોતી થોડા સમય પહેલા ફરિયાદીએ દીપેશને કહ્યું કે, આપણે લગ્ન વિશે ઘરે જાણ કરી દઈએ. જેના જવાબમાં દીપેશએ કહ્યું કે, હમણાં નહીં પછી કરીશું. ફરિયાદીએ તેના ઘરમાં દિપેશ જોષી સાથે કોર્ટ લગ્નની જાણ કરતા તેમના માત-પિતા માની ગયા હતા. જોકે દિપેશના માતા-પિતાને જાણ કરતા તેઓ લગ્નથી રાજી થયા ન હતા. ત્યાર બાદ ફરિયાદીના માતા-પિતાએ જેમતેમ મનામણાં કરી તેઓને રાજી કર્યા હતા. શરૂઆતના દિવસોમાં સાસરિયાએ ફરિયાદી સાથે સારું વર્તન કર્યું હતું. લગ્નના પંદર દિવસ બાદ ફરિયાદી પિયર ગયા હતા. જ્યાં તેમના માતા-પિતાએ તેમને સોનાની બુટ્ટી આપી હતી. જે અંગેની જાણ ફરિયાદીએ પતિ દીપેશને કરતા ઉશ્કેરાયો હતો અને મારી મંજૂરી વગર કોઈ વસ્તુ કેમ લીધી? તેવું કહી ફરિયાદીને માર માર્યો હતો. આ અંગે ફરિયાદીએ સાસુને કહેતા સાસુએ દીકરાને ઠપકો આપવાના બદલે તેનું ઉપરાણું લઈ મારા છોકરા સાથે તે લગ્ન જ કેમ કર્યા? તેમ કહી ટોણા મારવાની શરૂઆત કરી હતી.
ત્યાર બાદ સાસરા વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો. થોડા દિવસ વિત્યા બાદ નણંદે કોઈ કારણોસર ફરિયાદી સાથે ઝઘડો કર્યો હતો અને અભદ્ર ગાળો આપી હતી. સાસુ અને નણંદે ફરિયાદીને કહ્યું હતું કે, તું અમને ગમતી નથી, તારી જોડે મારા દીકરાના લગ્ન જ કરવાના ન હતા. તેમજ ફરિયાદી ગર્ભવતી હોવા છતાં સાસરિયા પક્ષ દ્વારા શારિરીક મનાસિક ત્રાસ આપવામાં આવતો હતો. થોડા સમય બાદ તેમણે બાળકને જન્મ આપ્યો હતો, ત્યારે સાસુ અને નણંદે કહ્યું, તું પિયર જતી રહે તારી મમ્મી તને સાચવશે. એક દિવસ ફરિયાદીને ઉઠવામાં મોડુ થઈ જતા સાસરિયાએ ચાદર ખેંચી લાતો મારી ઉઠાડી હતી અને તારું પિયર નથી સાસરી છે, તેમ કહી માર માર્યો હતો. આ અંગે ફરિયાદી તેના પતિ દીપેશને જણાવતા તે ઉશ્કેરાઈ જતા અને મારા માત-પિતા વિશે તારે કંઈ નહી કહેવાનું તેમ કહી ઝઘડો કર્યો હતો. ફરિયાદીના માતા-પિતાએ તેમના નામની પાંચ લાખની એફ. ડી. કરાવી હતી, જેની જાણ લાલચુ સાસરિયા પક્ષને થઈ જતા એફ. ડી. તોડવા અને પૈસા લાવવા દબાણ કરતાં હતા. જોકે ફરિયાદી એફ. ડી. તોડવાની ના પાડતા પતિ એકદમ ઉશ્કેરાયો હતો અને મહિલાને ઢોર માર માર્યો હતો. ત્યારબાદ ઝઘડો કરી ફરિયાદીને ઘરેથી કાઢી મૂકી હતી. જે બાદ ફરિયાદી પોતાના પિયર આવી જતા પતિ, સાસરિયા, નણંદ અને સાસુ વિરુદ્ધ શારિરીક-માનસિક ત્રાસ અને દહેજની માગણી અંગેની ફરિયાદ નોંધાવી હતી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796