નવજીવન ન્યૂઝ. આણંદ: ગુજરાતમાં મહિલા વિરોધી ગુનામાં નોંધપાત્ર વધારો થતો જણાય રહ્યો છે. એવામાં આણંદના ઉમરેઠ તાલુકાના કાછીયાપોળ ગામમાં યુવતીનું ગુળું કાપવાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. યુવક યુવતીને ગળાના ભાગે ચપ્પૂ ફેરવી દઈ બાથરૂમમાં બંધ કરી નાસી ગયો હતો. ઘટનાની જાણ આસપાસના રહેવાસીઓને થતા તેમણે પોલીસને જાણ કરી યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી હતી.
મળતી વિગતો મુજબ, આણંદ જિલ્લાના ઉમરેઠના કાછીયાપોળ ગામમાં ભાડે રહેતા યુવક યુવતી વચ્ચે અણબનાવ થતા યુવકે યુવતીનું ગલુ કાપી નાખ્યું છે. યુવક-યુવતી વચ્ચે સવારથી જ ચાલતો ઝઘડો બપોરના સમયે હિંસક બન્યો હતો અને, યુવકે યુવતીને ગળે ચપ્પૂ ફેરવી દઈ યુવતીને બાથરૂમમાં બંધ કરી દીધી હતી. ઘાયલ હાલતમાં બાથરૂમમાં કણસતી મુકી યુવક ઘર મકાનને તાળું લગાવી નાશી ગયો હતો.
ઘટનાની જાણ થતા આસપાસના રહેવાસીઓ એકત્ર થઈ ગયા હતા અને મકાન માલીકને જાણ કરી હતી. બાદમાં લોકોએ મકાન ખોલી બાથરૂમમાં કણસી રહેલી લોહીથી લથબથ હાલતમાં યુવતીને સારવાર માટે નડીયાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. હિચકારી ઘટનાની જાણ થતા જ ઉમરેઠ પોલીસ પણ ઘટના સ્થળે અને સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ગઈ હતી. મળતી વિગતો મુજબ પોલીસે ઘટનાની નોંધ કરી યુવક અને યુવતીની વિગતો મેળવવાનું અને યુવકની શોધખળ કરવાની કાર્યવાહી શરૂ કરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796