Friday, September 22, 2023
HomeGujaratVadodaraઘરમાં અચાનક બ્લાસ્ટમાં બાળકનું મોત માતા ઘાયલ, આ રીતે વિસ્ફોટ થયો હોવાની...

ઘરમાં અચાનક બ્લાસ્ટમાં બાળકનું મોત માતા ઘાયલ, આ રીતે વિસ્ફોટ થયો હોવાની છે સંભાવના…

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વડોદરા: વડોદરા(Vadodara)ના ગોત્રી વિસ્તારમાં ઘરમાં પ્રવેશતાની સાથે જ બ્લાસ્ટ(Blast) થતા માતા પુત્ર ઘાયલ થયા હતા. ગતરોજ શનિવારે સાંજના સમયે બનેલી આ ઘટનામાં ઘાયલ બાળકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

Vadodara Blast at Home
Vadodara Blast at Home

ઘટનાની મળતી વિગતો મુજબ, વડોદરા શહેરના ગોત્રી વિસ્તારના જલારામ મંદિર નજીક આવેલી ચંદ્રમૌલેશ્વર સોસાયટીના એક મકાનમાં ગતરોજ સાંજના સમયે પ્રવેશતાની સાથે જ બ્લાસ્ટ થયો હતો. સાંજના સમયે બહારથી ઘરે પરત ફરી મહિલાએ દરવાજો ખોલી લાઈટની સ્વીચ શરૂ કરતા જ બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ થતાની સાથે જ ઘરમાં રહેલા માતા-પુત્ર ગંભીર રીતે દાઝી ગયા હતા. પ્રચંડ ધડાકા સાથે વિસ્ફોટ થતા આસપાસના રહીશો પણ બહાર દોડી આવ્યા હતા.

- Advertisement -
blast in Vadodara
blast in Vadodara

વિસ્ફોટ સાથે આગ લાગવાની આ ઘટનાથી સોસાયટીના રહીશો દોડી આવ્યા હતા. અફરાતફરીના માહોલ વચ્ચે સોસાયટીના રહીશોએ ઈજાગ્રસ્ત માતા-પુત્રને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. ઘટનાની માહિતી મળતા જ વડોદરા ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને, આગને કાબૂમાં લઈ લીધી હતી. આ ઘટનામાં ઘાયલ થયેલા 3 વર્ષના બાળકનું સારવાર દરમિયાન મોત નિપજ્યાંના અહેવાલ મળ્યા છે.

અચાનક બ્લાસ્ટ સાથે આગ લાગવાનું પ્રાથમિક કારણ ગેસ કનેક્શનનું લીકેજ માનવમાં આવી રહ્યું છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ પરિવાર થોડા દિવસ પહેલા જ મકાન ભાડે રાખી રહેવા માટે આવ્યો હતો. માટે તેમણે જાતે ગેસ ફિટીંગ કર્યું હતું માટે માનવામાં આવે છે કે, ગેસ ફિટીંગની ક્ષતિને કારણે ગેસ લીકેજ થયો હશે અને બંધ ઘરમાં ગેસ ફેલાઈ ગયો હતો. દરમિયાન ઘરે પરત ફરેલી મહિલાએ લાઈટની સ્વીચ ચાલું કરતા હળવો સ્પાર્ક થયો હશે અને ગેસે વિસ્ફોટ સાથે આગ પકડી લીધી હશે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular