નવજીવન ન્યૂઝ.આણંદ: Anand News : ગુજરાતમાં સલામત સવારી ST અમારીના સુત્રથી ઓળખાતી ST બસ અવાર-નવાર અકસ્માતના (Bus Accident) કારણે ચર્ચામાં આવતી રહી છે. ત્યારે આજે વધુ એક વખત ST બસ ચાલકની બેદરકારીના કારણે આજરોજ આણંદના (Anand) આંકલાવમાં (Anklav) બે લોકોને જીવ ગુમાવવાનો વખત આવ્યો છે. આ અકસ્માતમાં એક જ પરિવારના બે લોકોના મોત થવાના કારણે પરિવારનો માળો વિખેરાઈ જતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આજરોજ આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના નવાખલા ચોકડી પાસેથી સવારે 8 વાગ્યાના અરસામાં બે લોકો પ્લેટીના બાઈક પર કામ અર્થે જઈ રહ્યા હતા. આ દરમિયાન પૂરપાટ બેફામ ઝડપે દોડી રહેલી ST બસના ચાલકે બાઈક પર જઈ રહેલા લોકોને જોરદાર ટક્કર મારી હતી. જેના કારણે બાઈક પર સવાર વ્યક્તિઓ ડિવાઈડર સાથે અથડાતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માતના પગલે રસ્તા પરથી જઈ રહેલા વાહન ચાલકો ઈજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા. જોકે ગંભીર ઈજા હોવાથી મહેશભાઈ ગણેશભાઈ પરમાર અને તેમનો પુત્ર જયદીપ મહેશભાઈ પરમારનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માતના પગલે ST બસ ચાલક બસ રેઢી મુકી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ પોલીસને થતા આંકલાવ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ઘટના સ્થળે પહોંચેલી પોલીસની ટીમે બંને મૃતદેહ કબ્જે કરી પોસ્ટમોર્ટમ માટે આણંદની સરકારી સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા.
આંકલાવ પોલીસે મૃતકના પરિવારજનોને કરી હતી જેથી પરિવાજનો પણ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. એક જ પરિવારમાંથી પિતા અને પુત્રનું મોત નિપજતા મહિલાના માથે આભ તૂટી પડ્યું હતું. આ મામલે મૃતક પરિવારે ST બસ ચાલક સામે કડકમાં કડક કાર્યવાહીની માગ કરી છે જેના પગલે ભવિષ્યમાં આ પ્રકારની ઘટના કોઈ અન્ય સાથે ન બને. આ મામલે આંકલાવ પોલીસે ST બસ ચાલક સામે સાપરાધ મનુષ્ય વધ સહિત અલગ-અલગ કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








